Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૪૩ઃ
આજે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મનો કલ્યાણક દિવસ છે.
ઇન્દ્રો પણ જેનો ઉત્સવ ઊજવે છે. ભગવાનનો જન્મ ઘણા જીવોને તરવાનું કારણ
છે. તેથી તે કલ્યાણક છે. તે આત્મા પોતે આત્મભાન કરીને ઉન્નતિક્રમમાં ચડતા
ચડતા પૂર્ણાનંદદશાને આ ભવમાં પામવાનો છે. આત્માનું ભાન કરીને વીરતા
પ્રગટ કરી, પણ હજી પૂર્ણતા થઇ ન હતી ત્યારે ધર્મની પૂર્ણતા પ્રાપ્ત કરવાની
ભાવનામાં વચ્ચે વિકલ્પથી તીર્થંકરનામકર્મ બંધાયું. ચૈતન્યના
અતીન્દ્રિયસ્વભાવની કિંમત કરીને અંતરમાં તેનું વેદન કરતાં કરતાં આ અવતાર
થયો છે. પહેલાં સ્વભાવની કિંમત ભૂલીને અજ્ઞાનથી સંયોગની કિંમત કરતો,
પછી ચિદાનંદસ્વભાવનું ભાન કરીને તેની કિંમત મહિમા આવતાં ભગવાનનો
આત્મા તેના વેદન તરફ વળ્‌યો....અહો, આ ભવમાં ભગવાને આત્માની સાધના
પૂરી કરી. ઇન્દ્રો ભગવાનને આજે મેરુપર્વત ઉપર જન્માભિષેક કરવા લઈ ગયા
હતા. ચૈતન્યવજ્રમાં જેમ વિભાવ ન પ્રવેશે, તેમ ભગવાનનું શરીર પણ વજ્રકાય
હતું. મોટા મોટા યોજનના ઘડા ભરી ભરીને પાણી મસ્તક ઉપર ઇન્દ્રો રેડે–છતાં
ભગવાનને જરાય આંચ નથી આવતી. અંતરમાં ચિદાનંદ તત્ત્વને દેહથી પાર ને
રાગથી પાર દેખ્યું છે,–એને જોતાં ઇન્દ્ર ને ઇન્દ્રાણી પણ ભક્તિથી નાચી ઊઠે છે.
અહા, અનાદિના સંસારનો અંત કરીને ભગવાન હવે આ ભવમાં સાદિઅનંત
એવી સિદ્ધદશાને સાધશે–રાગ અને સ્વભાવની એકતારૂપ બેડીના બંધન તો અમે
પણ તોડી નાખ્યા છે–એવા ભાનસહિત જેમ માતા પાસે કે પિતા પાસે બાળક
થનગન નાચે, તેમ ભગવાન પાસે ઇન્દ્રો નાચી ઊઠે છે. હજી તો ભગવાન પણ
ચોથા ગુણસ્થાને છે, ને ઇન્દ્ર પણ ચોથા ગુણસ્થાને છે છતાં તે ઇન્દ્ર ભગવાન
પાસે ભક્તિથી નાચી ઊઠે છે કે અહા! આ ભરતક્ષેત્રની ધન્ય પળ છે; વીરતા
પ્રગટ કરીને પોતે તો પૂર્ણ પરમાત્મા થશે, ને જગતના ઘણા જીવોને પણ ભવથી
તરવાનું નિમિત્ત બનશે. ધન્ય છે ભગવાનનો અવતાર! એના જન્મની ધન્ય ઘડી,
ધન્ય પળ ને ધન્ય દિવસ છે, ભગવાને અમૃતના સાગરને ઊછાળીને મુનિદશા
અને કેવળજ્ઞાન પ્રગટ કર્યું, પછી પાવાપુરીથી મોક્ષધામ પામ્યા.
આ રીતે ભગવાન આત્માનું પરિવર્તન થતાં આખો સંસાર ડુબો ગયો.
આપણે પણ આજે પરિવર્તનનો દિવસ છે. ૨૬ વર્ષ પહેલાં અહીં પરિવર્તન
કર્યું હતું. ભગવાન સર્વજ્ઞપરમાત્માએ દિવ્યધ્વનિવડે જે ઉપદેશ આપ્યો તેને
“પ્રવચન” કહેવાય છે. તે પ્રવચનનો સાર શું છે. તે કુંદકુંદઆચાર્યદેવે આ
પ્રવચનસારમાં વર્ણવ્યું છે.