શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૪૪ઃ વૈશાખ સુદ ૨
ભગવાન કુંદકુંદાચાર્યદેવને મહાવીરપરમાત્માનો સીધો પ્રત્યક્ષ સંબંધ થયો
ન હતો, પરોક્ષ ભક્તિ હતી ને સીમંધરપરમાત્માનો તો સાક્ષાત્ પ્રત્યક્ષયોગ થયો
હતો. અહો, પંચમકાળે આ ક્ષેત્રના જીવને બીજા ક્ષેત્રના તીર્થંકરનો સાક્ષાત્
ભેટો થાય એ પાત્રતા કેટલી! ને કેટલા પુણ્ય! એવા આચાર્યભગવાને
તીર્થંકરપરમાત્માની વાણી ઝીલીને આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં આત્માનું સ્વસંવેદન
કેમ થાય તે વાત આ ૧૭૨મી ગાથામાં અલૌકિક રીતે બતાવી છે. અલિંગગ્રહણના
૨૦ બોલમાંથી આજે છઠ્ઠો બોલ ચાલે છે.
અતીન્દ્રિય ચિદાનંદમૂર્તિ ભગવાન આત્મા ઇન્દ્રિયોથી જાણનારો નથી, તેમ જ
તે ઇન્દ્રિયોવડે જણાય તેવો નથી; ઇન્દ્રિયગમ્ય ચિહ્નો વડે તે જણાતો નથી, એકલા
અનુમાનવડે પણ તે જણાતો નથી, તેમ જ પોતે એકલા અનુમાનવડે બીજાને જાણે–
એવો પણ નથી. લિંગથી એટલે ઇન્દ્રિયોથી–વિકલ્પોથી કે એકલા અનુમાનથી નહિ
પણ પ્રત્યક્ષ