સ્વસંવેદનથી જાણનાર એવો પ્રત્યક્ષજ્ઞાતા આત્મા છે, પહેલા પાંચ બોલમાં ઇન્દ્રિયો કે
એકલું અનુમાન વગેરે વ્યવહાર કાઢી નાખ્યો, ને આ છઠ્ઠા બોલમાં હવે પ્રત્યક્ષજ્ઞાતા
કહીને અસ્તિથી વાત કરી છે.
મહિમા ઘૂંટતા ઘૂંટતા તારા નિર્ણયમાં એમ આવે કે અહો! મારી આ વસ્તુ જ સ્વયં
પરિપૂર્ણજ્ઞાનાનંદસ્વરૂપ છે,–આવા નિર્ણયથી અંતર્મુખ થતાં સ્વસંવેદનવડે આત્મા
પ્રત્યક્ષજ્ઞાતા થઇ જાય છે;–એનું નામ સમ્યગ્દર્શન છે, તે પૂર્ણતાના પંથે ચડયો, તેણે
પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તે વીર થઇને વીરના માર્ગે વળ્યો,–આ છે ભગવાન
મહાવીરનો સન્દેશ!
લક્ષમાં લેતાં તે અનુભવમાં આવે–તેનું નામ ધર્મ છે. આ સિવાય બીજા ઝગડામાં
રૂકાવટ થાય તે પંથમાં આડખીલીરૂપ છે. તારા જ્ઞાન ને આનંદનું તને પ્રત્યક્ષ વેદન
થાય–તે ન જણાય એવું નથી, પ્રત્યક્ષજ્ઞાતા થઇને આત્મા પોતે સ્વસંવેદનથી પોતાને
જાણે છે. પહેલા પાંચ બોલમાં ઇન્દ્રિયો વગેરેનો નિષેધ કરીને છઠ્ઠા બોલમાં
સ્વભાવવડે જાણે એમ કહીને તેને પ્રત્યક્ષજ્ઞાતા કહ્યો. આત્મા પોતે ઇન્દ્રિયોની
અપેક્ષા વગર, મનના કે વિકલ્પના અવલંબન વગર સ્વભાવથી જ સ્વસંવેદનવડે
પોતાને જાણે છે.
ઉપયોગવડે બહારનું ઘણું જાણ્યું કે ઘણા શાસ્ત્ર વાંચ્યા માટે હવે ઉપયોગને અંતરમાં
વાળવાનું સહેલું પડશે–એમ નથી. ઉપયોગને આત્માનું અવલંબન છે, શાસ્ત્રના
અવલંબનવાળો ઉપયોગ તે ખરો ઉપયોગ નથી. તેમાં પરાવલંબન છે. તેમાં ઉપયોગની
હાની છે. ઉપયોગ પોતાનો ને અવલંબન કરે એકલા પરનું–તો એવા ઉપયોગને
આત્માનો ઉપયોગ કોણ કહે? ઉપયોગ અંતરમાં વળીને આત્મદ્રવ્યનું અવલંબન કરે તે
જ ખરો ઉપયોગ છે. તેમાં જ આત્માનું ગ્રહણ છે. આત્માનું ઘર છોડીને એકલા પરઘરમાં
જ ફરે–તો એવી