Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 53 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૪૬ઃ વૈશાખ સુદ ૨
પરિણતિને શાસ્ત્રો વ્યભિચારિણીબુદ્ધિ કહે છે. ભાઈ ઉપયોગને અંતરમાં વાળ્‌યા
વગર ત્રણ કાળમાં સમ્યગ્દર્શન થતું નથી. આથી કાંઇ શાસ્ત્રના અભ્યાસનો નિષેધ
નથી, પણ એકલા શાસ્ત્રના અભ્યાસથી જે ધર્મ માની લેતો હો–ને ઉપયોગને
અંતરમાં વાળવાનો ઉદ્યમ ન કરતો હોય–તો તેને કહે છે કે ઊભો રહે.–એમ
એકલા શાસ્ત્રથી ધર્મ નહિ થાય; ઉપયોગને અંતરમાં વાળીને આત્માને લક્ષમાં
લીધા વગર કદી ધર્મ થાય નહીં. ઉપયોગને અંતરમાં પણ ન વાળે ને શાસ્ત્રનો
અભ્યાસ પણ છોડી દ્યે–તો તો સ્વચ્છંદી થઇને અશુભમાં જશે. ભલે એકલા
શાસ્ત્રથી અંતરમાં નથી જવાતું પણ જેને આત્માના અનુભવનો પ્રેમ હોય તેને
તેના અભ્યાસ માટે શાસ્ત્રાભ્યાસ, ઉપદેશશ્રવણ વગેરેનો પણ પ્રેમ આવે છે,–બન્ને
પડખાંનો વિવેક કરવો જોઈએ.
ઉપયોગને પરાવલંબનથી છોડાવીને, અંતરમાં ચૈતન્યના અવલંબને પૂર્ણતા
સાધી. ભગવાન વીરે આ કામ કર્યું ને જગતને પણ એ જ સન્દેશ આપ્યો. અહો,
અનાદિના વિકારનો અંત કરી નાખ્યો; ને અપ્રતિહત નિર્મળ દશા પ્રગટ કરી. જે
સદાકાળ સ્વાલંબને એમને એમ અનંત અનંતકાળ ટકી રહેશે. આવું ભગવાન વીરે કર્યું
ને તેનો જ ઉપદેશ આપ્યો. આ રીતે મોક્ષને સાધીને મોક્ષનો પંથ બતાવ્યો તેથી
ભગવાનના જન્મનો ઉત્સવ ઉજવાય છે.
વીરપ્રભુએ ઉપયોગને અંતર્મુખ કરીને, આત્મિક વીરતા વડે મોક્ષદશા સાધી,
અને ઉપદેશમાં પણ એ જ માર્ગની હાકલ કરી, કે હે જીવો! તમારા ઉપયોગને અંતરમાં
વાળીને આત્માને સ્વસંવેદન પ્રત્યક્ષ કરો. જુઓ, આ વીરહાક! આ છે વીરપ્રભુનો
સન્દેશ.
વીરહાકવડે વીરસન્દેશ સંભળાવીને વીરશાસનની વૃદ્ધિ કરનાર
કહાન ગુરુદેવનો જય હો...
આત્મા જ આનંદધામ છે, વિષયોનું ત્યાં શું કામ છે?
શરણ આતમરામ છે, ત્યાં બીજાનું શું કામ છે?