Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 54 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૪૭ઃ
અહો! આત્માનો સર્વજ્ઞ સ્વભાવ
સિદ્ધભગવંતોના નિરુપાધિ જ્ઞાન–દર્શન ને સુખનું વર્ણન કરતાં
આચાર્યદેવ પંચાસ્તિકાય ગા. ૨૯માં કહે છે કે નિજ શક્તિના અવલંબનથી
સ્વયમેવ સર્વજ્ઞ થયેલા જે સ્વકીય સુખને અનુભવનારા સિદ્ધભગવંતોને
પરથી કાંઇ પ્રયોજન નથી. એ સિદ્ધ ભગવંતોના સર્વોચ્ચ આદર્શને લક્ષમાં
લઇને તું પણ હે જીવ! પરાલંબનની બુદ્ધિ છોડ, ને સ્વાલંબનમાં આત્માને
જોડ....આમ કરવાથી તારો આત્માય સિદ્ધના માર્ગે સંચરશે.
* * * * *
जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरसी य
पप्पोदि सुहमणंतं अव्वाबाध सगममुत्त।। २९।।
હરિગીત
સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે,
ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. (૨૯)
પંચાસ્તિકાયની આ ગાથામાં આચાર્યદેવ કહે છે કે, જીવનો સ્વભાવ પોતાની
મેળે સર્વજ્ઞ થવાનો છે. દેહથી ભિન્ન આત્મતત્ત્વ છે, તેનામાં પોતાના સ્વભાવથી સર્વને
જાણવા–દેખવાની તાકાત છે; જ્યાં જ્ઞાન–દર્શનની પૂર્ણતા થાય ત્યાં આનંદની પણ
પૂર્ણતા હોય જ. જેને આત્માનું હિત કરવું હોય તેણે શું કરવું તેની આ વાત છે.
શરીર તે જડ છે, અજીવ છે; ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ છે. મારામાં જ
સર્વજ્ઞસર્વદર્શી અને પૂર્ણ આનંદ થવાની તાકાત છે. પર્યાયમાં અલ્પજ્ઞતા હોવા છતાં હું
સ્વયં મારા સ્વભાવથી પૂર્ણ જ્ઞાન–દર્શન–આનંદમય થઇ શકું છું. આવી પ્રથમ પ્રતીત
કરવી જોઇએ. તે માટે પહેલાં સર્વજ્ઞની સિદ્ધિ કરે છે.