Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 56 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૪૯ઃ
અમારા ચિત્તના ભાવને કે એક સૂક્ષ્મ પરમાણુને પણ તું જાણી શકતો નથી, તો
શું અમારા ચિત્તનો કે પરમાણુનો અભાવ છે? નહિ જ. તેમ સર્વજ્ઞ તને તારા
સ્થૂળ જ્ઞાનમાં ન જણાય તેથી કાંઇ સર્વજ્ઞનો અભાવ સિદ્ધ થતો નથી.
હવે નાસ્તિક પૂછે છે કેઃ તમે સર્વજ્ઞની અસ્તિ કઇ રીતે સિદ્ધ કરો છો?
તો કહે છે કેઃ–અમે અમારા જ્ઞાનના અંશ ઉપરથી સર્વજ્ઞનું અનુમાન કરીએ
છીએ. વિકાર ટાળીને જ્ઞાન કાયમ રહે છે. તો તે જ્ઞાનને ધરનાર જ્ઞાનસ્વભાવી
આત્મામાં એકાગ્ર થઇ રહેતાં રાગ દ્વેષ છૂટીને પૂર્ણજ્ઞાન પણ પ્રગટી શકે છે–એમ અમારૂં
અનુમાન છે અને જે અનુમાન છે તે બીજા કોઇને પ્રત્યક્ષ પણ જરૂર વર્તે છે. વળી
સર્વજ્ઞના બાધકપ્રમાણનો અભાવ છે.
જ્ઞાનના અલ્પ ઉઘાડમાંથી વિશેષ ઉઘાડ આવતો દેખાય છે, તો તે ક્યાંથી
આવ્યો? જ્ઞાનનો પૂર્ણ સ્વભાવ ભર્યો છે તેમાંથી જ તે વિશેષ જ્ઞાન આવ્યું છે, ને તેના
અવલંબને પૂર્ણ જ્ઞાન પ્રગટતાં સર્વજ્ઞતા પ્રગટે છે એમ સ્વભાવની પ્રતીતપૂર્વક સર્વજ્ઞનું
અનુમાન થાય છે.
જેમ લીંડીપીપરના સ્વભાવમાં ૬૪ પહોરી તીખાશ ભરી છે તે જ પ્રગટે છે તેમ
આત્મામાં જ્ઞાનસ્વભાવ ત્રિકાળ પડયો છે, તેનું વીતરાગી વિજ્ઞાન થતાં તેમાંથી જ
પૂર્ણાનંદમય સર્વજ્ઞદશા પ્રગટે છે. જ્ઞાન તરફ એકાગ્ર થતાં જ્ઞાન ખીલે છે, ને પૂર્ણ એકાગ્ર
થતાં પૂરૂં જ્ઞાન પણ ખીલે છે. જુઓ! આમાં સર્વજ્ઞને સિદ્ધ કરતાં મોક્ષમાર્ગ પણ ભેગો જ
આવી જાય છે.
આત્માનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવને કબૂલીને તેમાં લીન થઇને
સર્વજ્ઞ થયેલા આત્મા આ જગતમાં છે. જેને આત્માને કબૂલવો હોય તેણે આવો
સર્વજ્ઞ સ્વભાવ કબૂલવો પડશે. સર્વજ્ઞતા ક્યાંય બહારથી આવતી નથી. પર્યાયને
અંતરમાં એકાગ્ર કરતાં અલ્પજ્ઞતામાંથી સર્વજ્ઞતા થઇ જાય છે. તારો
આત્મકલ્યાણનો માર્ગ નિમિત્ત અને રાગ રહિત એકલા ધ્રુવ સ્વભાવમાં
પરિણતિને એકાગ્ર કરવી તે જ છે. એમ કહેનારા સર્વજ્ઞ દેવ તે જ દેવ છે, એમ
કહેનારા ગુરુ તે જ સાચા ગુરુ છે ને એમ બતાવનારી વાણી તે જ શાસ્ત્ર છે. આ
સિવાય બીજાને માને તો વ્યવહાર ખોટો છે અને બહારના અવલંબનમાં ધર્મ માને
તે મૂઢ છે.