સ્વભાવની પ્રતીત કરવી તે જ પરમાત્મા થવાનો ઉપાય છે. જેને અવતાર જોઇતો
ન હોય, જેને ભવનાં દુઃખનો ભય લાગ્યો હોય ને આત્માની પૂર્ણાનંદ
પરમાત્માદશા પ્રગટ કરવાની ધગશ હોય તે સર્વજ્ઞનો નિર્ણય કરીને યુક્તિ,
આગમ, અનુભવપ્રમાણથી પોતાના આત્માના સર્વજ્ઞ સ્વભાવનો નિર્ણય કરો,
તેની પ્રતીત કરો ને તેમાં અંતર્મુખ થઇને પરિણતિની એકાગ્રતા કરો–આ સર્વજ્ઞ
થવાનો ઉપાય છે. જુઓ! અલ્પજ્ઞતા છે, રાગ છે, નિમિત્ત છે પણ તેના આશ્રયે
સર્વજ્ઞતા થતી નથી. સર્વજ્ઞતા તો પોતાના ધ્રુવ સ્વભાવમાંથી જ પ્રગટે છે.
તેનાથી વિપરીત કહેનારા પણ છે. માટે પરીક્ષા કરીને સર્વજ્ઞને, સર્વજ્ઞતાને
સાધનારા સંતોને, તથા તેમણે કહેલા સર્વજ્ઞતાના ઉપાયને જાણવા જોઇએ.
ટકાની ત્રણ તોલડી લેવા જાય તો ય ત્યાં ટકોરા મારીને પરીક્ષા કરે છે, જો તેને
સર્વજ્ઞ થવું હોય–પૂર્ણાનંદ પ્રગટ કરવો હોય તેણે જ્ઞાનમાં પરીક્ષા કરીને સર્વજ્ઞને
નક્કી કરવા જોઇએ અને તેના જેવો પોતાના આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે તેને
પરખવો જોઇએ.
મુક્તિનો માર્ગ ખૂલ્યા વિના રહે નહિ, તેને કોઇ જાતનો સંદેહ રહે નહિ. સ્વભાવ
શું? પર્યાય શું? વિકાર શું? નિમિત્ત શું?–તે બધાની ઓળખાણ કરીને સ્વભાવ
તરફ વળે તો મુક્તિમાર્ગ પ્રગટે. આ સિવાય બીજા કોઇ ઉપાયે મુક્તિમાર્ગ પ્રગટે
નહિ ને સંદેહ ટળે નહિ.