પણ આવતીકાલ આવશે ત્યારે તે વખતના માણસો તો તેને પ્રત્યક્ષ જોશેને? તેમ
આ ક્ષેત્રે સર્વજ્ઞ નથી પણ મહાવિદેહ વગેરે ક્ષેત્રે સર્વજ્ઞ છે એમ અનુમાનથી નક્કી
થઇ શકે છે. અને અહીં જે અનુમાનથી નક્કી થઇ શકે તે ત્યાંના લોકોને તો પ્રત્યક્ષ
છે. આ રીતે સર્વજ્ઞની સિદ્ધિ છે. સર્વજ્ઞને નક્કી કરવામાં નિશ્ચયથી તો પોતાનો
સ્વભાવ નક્કી કરવાનો છે કે મારો સ્વભાવ આવો પૂર્ણ છે–એમ સ્વભાવ સન્મુખ
થતાં પર્યાયનો અપૂર્વ પલટો થઇ જાય છે....ને આત્મા આનંદપૂર્વક સિદ્ધના માર્ગે
સંચરે છે.
ઉમળકો આવે છેઃ અહા! આ ધર્માત્મા ચૈતન્યને કેવા
સાધી રહ્યા છે! એમ તેને પ્રમોદ આવે છે, અને હું પણ
આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને આરાધનાનો ઉત્સાહ
જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંતગુરુઓને
પણ તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રાજાની જેમ
રીઝવે છે ને સંત–ગુરુઓ તેના ઉપર પ્રસન્ન થઇને તેને
આત્મપ્રાપ્તિ કરાવે છે.