ભાવોને જ ભોગવ્યા. જેમ આત્માના ગુણો આત્માથી બહાર નથી રહેતા, તેમ આત્માના
દોષ પણ આત્માથી બહાર નથી રહેતા. એટલે તે દોષ ટાળવાનો ને ગુણ પ્રગટ કરવાનો
ઉપાય પણ આત્મામાં જ છે; બહારમાં કોઈ ઉપાય નથી. એટલે કે બહારના પદાર્થોની
સાથે કર્તા કર્મપણાની બુદ્ધિ તો પહેલે ધડાકે છૂટી જવી જોઇએે.
બંધનથી બંધાયેલા નાના વાછરડાને પણ જ્યાં સવારમાં પાણી પાવા છોડે ત્યાં
છૂટકારાના અવસરે તે આનંદથી નાચી ઊઠે છે. શાસ્ત્રકારો કહે છે કે અરે જીવ!
અનંતકાળથી તું બંધાયેલો, તેમાંથી તારા છૂટકારાની ને અપૂર્વ આનંદની પ્રાપ્તિની
વાત અમે તને સંભળાવીએ છીએ, ત્યાં તને એમ થાય કે આહા! છૂટકારાનો અવસર
આવ્યો. ભવબંધનથી છૂટવાનો ને ચૈતન્યના આનંદની પ્રાપ્તિનો ઉપાય સંતોએ
બતાવ્યો.–આમ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા પ્રત્યે પ્રેમ ઉલ્લસી જાય, ત્યાં અલ્પકાળે મુક્તિ
થયા વિના રહે નહિ.
વાતનું રુચિથી શ્રવણ કરવું તે પણ માંગળિક છે, તે સુંદર છે. કુંદકુંદસ્વામી સમયસારની
ત્રીજી ગાથામાં કહે છે કે–