Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 35

background image
ઃ ૧૦ઃ અષાઢઃ ૨૪૯૦
અહો! આત્માની શાંતિના પંથે વિચરનારા આત્માઓને માંગલિક એવો આ
શ્લોક છે. અપ્રતિહત ભાવે શુદ્ધાત્માને નમસ્કાર છે. આચાર્યદેવ પોતે સાધક છે,
સ્વર્ગમાં જઇ ત્યાંથી મનુષ્ય થઇ મુક્તિ પામવાના છે, તેમણે આ અપ્રતિહત
માંગલિક કર્યું છે.
અહો! ચૈતન્યનું કેવું સ્વરૂપ વર્ણવે છે? હું સમયસારને નમસ્કાર કરું છું.
સમયસાર એટલે શુદ્ધ આત્મા! જડકર્મ ને ભાવકર્મથી રહિત જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ
આત્માને હું નમસ્કાર કરૂં છું. અત્યારે આત્માનું એવું શુદ્ધ સ્વરૂપ છે તેને ઓળખીને
તેનો જ આદર કરું છું, તે સિવાય બીજાને આદરતો નથી. શરીર, જડકર્મ કે સંસાર
તેનાથી આત્મા રહિત છે. અત્યારે પણ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિએ આત્મામાં શરીર–જડકર્મ
કે સંસાર નથી. એક સમયની પર્યાયમાં જે વિકાર છે તે ત્રિકાળી આત્માનું સ્વરૂપ નથી.
આવા શુદ્ધ આત્માને નમસ્કાર કરવા–તેની રુચિ–જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવું તે
માંગળિક છે. ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપને જ્ઞાનમાં લઇને, એક સમયના સંસારને ‘અછતો’
કરે છે અને અનાદિથી જે સ્વભાવ સત્ છે, પણ જે અનાદિથી શ્રદ્ધામાં લીધો ન હતો
તેને શ્રદ્ધામાં લઇને નમસ્કાર કરે છે.
જુઓ સમયસાર એટલે શુદ્ધ આત્મા! તે આત્મા સંસાર રહિત છે. ને શરીર, કર્મ
તો પર પદાર્થ છે. આવા શુદ્ધ આત્માને લક્ષમાં લઇને તેની રુચિ અને તેને નમસ્કાર
કરવા. હું એક આત્મા છું, હું સિદ્ધ થવા માટે નીકળ્‌યો છું, મારા આત્મામાં સંસાર નથી–
આમ કોણ કહે? આત્માના શુદ્ધ સ્વભાવને દ્રષ્ટિમાં લીધો છે તે જીવ કહે છે કે મારા
સ્વરૂપમાં સંસાર નથી, કર્મ વગેરે નથી. એક સમયનો વિકાર તે હું નથી. પર્યાયમાં તે
હોવા છતાં તેને સ્વભાવદ્રષ્ટિમાં અછતો કરે છે. જ્યાં ચૈતન્ય ભગવાન પોતાનું માંગલિક
કરવા ઊઠયો ત્યાં તે કહે છે કે જે સંસારને હું ટાળવા માગું છું તે મારા સ્વરૂપમાં નથી.
જો સંસાર પોતાના સ્વરૂપમાં હોય તો ટળે નહિ. સંસાર ક્યાં છે? વિકારી પર્યાયમાં
સંસાર છે, પણ બહારમાં સંસાર નથી, ને સ્વભાવમાં પણ સંસાર નથી. પર વસ્તુ તો
આત્માના સ્વભાવમાં નથી. પણ પરની મમતા કરે છે તે જ સંસાર છે, ને સ્વભાવની
દ્રષ્ટિમાં તે સંસારનો પણ અભાવ છે.
મારો સંસાર પરમાં નથી, ને સંસાર મારો સ્વભાવ નથી. હું
આનંદકંદસ્વભાવ છું ને સંસાર હું નથી. જેને સંસાર દુઃખદાયક લાગ્યો હોય ને તેને
ટાળીને મુક્ત થવાની જિજ્ઞાસા હોય તે એમ વિચારે છે કે અહો! હું શુદ્ધ આત્મા છું.
ક્ષણિક મમત્વની લાગણી તે ત્રિકાળ ચૈતન્યતત્ત્વમાં નથી. ત્રિકાળ શુદ્ધસ્વભાવને
ચૂકીને પર તે હું એવી માન્યતા તે સંસાર છે. જે સંસારને પોતાનું સ્વરૂપ માને તે
તેનાથી કેેમ છૂટે? માટે