Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 35

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૧૧ઃ
પહેલાં સ્વભાવની દ્રષ્ટિથી સંસારનો અભાવ કરે છે. જુઓ, આ મંગળિકમાં મુક્તિના
ગોળધાણા વેંચાય છે કે પહેલે જ ધડાકે એમ નક્કી કર કે હું ત્રિકાળ ચૈતન્યતત્ત્વ છું.
મારી ત્રિકાળ ચીજમાં સંસાર નથી. પર્યાયમાં રાગાદિ હોવા છતાં તે મારા સ્વરૂપની
ચીજ નથી. અહો! હું મારા જ્ઞાનાનંદ સમયસાર ભગવાનને નમું છું, શરીરાદિને કે
વિકારને નમતો નથી. મારો આત્મા નોકર્મથી ભિન્ન છે, જડકર્મથી તેમજ વિકારથી પણ
રહિત એવા મારા ચૈતન્યભગવાન સમયસારને જ હું નમું છું–એમ ધર્મીની દ્રષ્ટિનું મુખ્ય
વલણ શુદ્ધ સ્વભાવમાં રહે છે. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિનો ભાવ આવે પણ તે વખતે
સ્વભાવની દ્રષ્ટિ છૂટતી નથી. આચાર્ય ભગવાન મંગળિકમાં કહે છે કે અરે જીવો! જો
તમને સંસાર દુઃખરૂપ લાગતો હોય ને તે ટાળીને પરમાનંદ મુક્તદશા પ્રાપ્ત કરવી હોય
તો પહેલાં આવા સ્વભાવને નક્કી કરો. અનાદિથી બહારમાં ઢળતો ને વિકારનો તથા
પરનો વિનય કરીને ત્યાંજ નમતો તેને બદલે હવે અંતરમાં ઢળું છું કે અહો! હું ચિદાનંદ
આત્મા છું, હવે હું મારા અંતરસ્વરૂપમાં ઢળીને તેને જ નમું છું, હવે હું પરનો વિનય
છોડીને ચૈતન્યનો વિનય કરું છું. જુઓ, આમ ચૈતન્યને ઓળખીને તેનો મહિમા અને
વિનય કરવો તે ધર્મનું મહા માંગળિક છે.
જેને પર ચીજ માં સંતોષ છે, સંસારમાં સુખ લાગે છે–તેવા જીવની તો વાત
નથી. જેને આખો સંસાર દુઃખરૂપ લાગ્યો છે તેને કહે છે કે તું રાગનો સત્કાર છોડીને
ચૈતન્યનો સત્કાર કર, ચૈતન્યની રુચિ કરીને તેમાં નમ્યો તેણે માંગળિક કર્યું
જુઓ સમયસારનું આ અલૌકિક મંગળ થાય છે. મંગળિકની શરૂઆત ક્યાંથી
થાય છે? કે કોઇ પણ પરપદાર્થથી મને લાભ છે એવી મિથ્યા બુદ્ધિમાં જે પરનો આદર
કરે છે, તેને છોડીને ચિદાનંદ સ્વભાવ જ મને લાભદાયક છે એમ રુચિ–મહિમા કરીને
તેમાં નમવું–ઢળવું–પરિણમવું તે અપૂર્વ મંગળિક છે. જ્યાં આવા સ્વભાવ તરફના
સત્કારનો ભાવ પ્રગટયો ત્યાં વચ્ચે શુભરાગ આવતાં દેવ–ગુરુ–શાસ્ત્ર તરફના
સત્કારનો ભાવ આવ્યા વિના રહેતો નથી. સ્વભાવનું સન્માન છોડીને એકલા પરના જ
સન્માનમાં જે અટકયો તેને તો વસ્તુનું ભાન નથી.
અહો! અનાદિથી મેં મારા સ્વભાવનો સત્કાર છોડીને પુણ્ય–પાપનો ને પરનો
સત્કાર કર્યો, તેને બદલે હવે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો જ સત્કાર કરીને તેમાં નમું છું–
તેમાં વલણ કરું છું. આમ જે અંતરમાં વળ્‌યો તેને પરના સત્કાર–બહુમાનનો ભાવ
સ્વભાવને ચૂકીને ન આવે.
સમયસાર તો પોતાનો શુદ્ધ આત્મા છે. સર્વજ્ઞ ભગવાને એક સમયના
વિકાર વગરનો જે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ જોયો છે તેનું નામ ‘સમયસાર’ છે. તે
સમયસાર કેવો