Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 35

background image
ઃ ૧૨ઃ અષાઢઃ ૨૪૯૦
છે! કે જગતમાં સત્ભાવરૂપ પદાર્થ છે, સ્વભાવભૂત વસ્તુ છે, અભાવરૂપ નથી. જુઓ,
પોતાને આવા ચૈતન્ય તરફ વાળીને આચાર્યદેવ મંગલિક કરે છે.
‘ભાવ’ છે એટલે કે શુદ્ધ આત્મા સદા ‘છતો’ પદાર્થ છે, તેમાં સંસાર
અભાવરૂપ છે. ચૈતન્ય ભગવાનમાં પરનો અભાવ છે. ચૈતન્યપણે પોતે ભાવરૂપ છે.
આવા ભાવરૂપ શુદ્ધ આત્માને આદરવો તેનું નામ ધર્મ છે.
દરેક આત્મા આવા શુદ્ધ સ્વભાવે ત્રિકાળ છે, શુદ્ધ સત્તારૂપ છે, પર્યાયમાં એક
સમયનો વિકાર છે તે સ્વભાવમાં અસત્ છે. આવા શુદ્ધ સ્વભાવને બતાવીને સંતો
જગતને કહે છે કે અરે જીવો! જે પંથે અમે જઈ રહ્યા છીએ તે પંથ આ રહ્યો.
શ્રી પ્રવચનસારમાં આચાર્યદેવ કહે છેઃ–જે જીવ દુઃખથી મુક્ત થવાનો અર્થી
હોય તે વિશુદ્ધ જ્ઞાનદર્શનપ્રધાન શ્રામણ્યને અંગીકૃત કરો....તેને અંગીકાર કરવાનો
જે યથાનુભૂત માર્ગ તેના પ્રણેતા અમે આ ઊભા. તેમ સમયસારમાં આચાર્યદેવ
કહે છે કે હે જીવો! છઠ્ઠા સાતમા ગુણસ્થાને શુદ્ધઆત્માના અનુભવની દશા કેવી
હોય તેવી દશા જો તમારે પ્રગટ કરવી હોય તો તેના પ્રણેતા અમે આ પ્રત્યક્ષ રહ્યા!
અમે અમારા આત્મામાં શુદ્ધાત્માના અનુભવની એવી દશા પ્રગટ કરીને જગતને
કહીએ છીએ કે અહો! શુદ્ધ સ્વભાવની દશા પ્રગટ કરવી હોય તો તેનો ઉપાય આ
જ છે. શુદ્ધસત્તાસ્વરૂપ આત્માની પ્રતીત કરો! તેનું બહુમાન કરીને તેમાં નમો .
પહેલેથી જ આવો સ્વભાવ નક્કી કરો.
બહારના પદાર્થોથી તો આત્મા ત્રિકાળ જુદો છે, ને પુણ્ય–પાપરૂપ જે એક
સમયનો સંસાર તે પણ મારા સ્વરૂપમાં નથી. હું એક ચૈતન્યસત્તાસ્વરૂપ શુદ્ધવસ્તુ
છું–આમ શુદ્ધઆત્માને પ્રતીતમાં લેવો. અંદર અંધારું દેખાય, બહારમાં જડ
દેખાય–પણ ભાઈ! તે બન્નેને દેખનારો તું કોણ છો? તું અંદર ચૈતન્ય સત્તામય
જાણનાર છે. અંધારાને દેખનારો પોતે અંધારારૂપે નથી, અંધારાને જાણનારો પોતે
ચૈતન્યપ્રકાશરૂપ છો. અહો! આવી શુદ્ધ સત્તારૂપ ચૈતન્ય વસ્તુની અંતરમાં પ્રતીત
કરો. પર્યાયબુદ્ધિ છોડીને શુદ્ધ વસ્તુને પ્રતીતમાં લ્યો.
દ્રવ્યથી શુદ્ધ સત્તારૂપ વસ્તુ છે (भावाय).
ગુણથી ચિત્ સ્વભાવવાળો છે (चित्स्वभावाय). અને
પર્યાયથી સર્વભાવોને જાણનારો છે (सर्वभावांतरच्छिदे).