એકવાર લક્ષમાં લ્યે તો જીવની બુદ્ધિ શુદ્ધદ્રવ્યમાં પ્રવેશી જાય; પછી પોતામાં તેને પરદ્રવ્ય
જરાપણ ભાસે નહિ. એટલે એકલું જ્ઞાન જ્ઞાનપણે નિજસ્વરૂપમાં જ પરિણમ્યા કરે.
જ્ઞાનસામર્થ્ય પરને જાણે ભલે પણ તેથી કાંઇ જ્ઞાન પરનું થઇ જતું નથી કે જ્ઞાન મેલું થઈ
જતું નથી, રાગાદિ મલિન ભાવને જાણતાં જ્ઞાન કાંઇ મલિન થઈ જતું નથી, જ્ઞાન તો
વિશુદ્ધ જ્ઞાનરૂપ જ રહે છે.
સ્વભાવથી ભરેલો છે. સર્વ પરદ્રવ્યના ત્યાગરૂપ આત્માનો સ્વભાવ જ છે. પરદ્રવ્ય કાંઇ
આત્મામાં ઘુસી નથી ગયું કે તેને બહાર કાઢવું પડે. અપોહક એટલે ત્યાગ કરનારો
આત્મા, તેણે પરનો ત્યાગ કર્યો એમ વ્યવહારે કહેવાય છે; ત્યાં ખરેખર આત્મા કાંઈ
પરનો નથી. આત્મા પરરૂપ થઇને પરને છોડતો નથી, પરથી તો છૂટો જ છે ને છૂટો જ
હતો; પણ જ્યાં જ્ઞાન–દર્શનમાં ઠર્યો ને પર તરફનો રાગ ન રહ્યો ત્યાં તેણે પરદ્રવ્યનો
ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. જેમ જ્ઞાન છે તે પરજ્ઞેયનું નથી, જ્ઞાન જ્ઞાન જ છે,
તેમ ત્યાગભાવરૂપ પરિણમેલો અપોહક (આત્મા) તે ત્યાજ્ય એવા પરદ્રવ્યોનો નથી,
અપોહક પોતે અપોહક જ છે. આ રીતે જ્ઞાન–દર્શન–ચારિત્રના નિર્મળભાવે પરિણમેલો
આત્મા પોતે પોતામાં જ સમાય છે, એને પર નિમિત્તો સાથે સંબંધ નથી.
પ્રગટે છે ને તારામાં જ સમાય છે. તારા સમ્યગ્દર્શનાદિ કોઈ ભાવ પરમાંથી આવતા
નથી ને પરમાં જતા નથી. બસ, અંતર્મુખ થા.