Atmadharma magazine - Ank 253
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
: કારતક : : ૧પ :
તો ‘રાગ છે ને તેને છોડું’ એવા પ્રકાર તેમાં નથી. ને આવા સ્વભાવમાં એકાગ્રતાથી જ
પર્યાયમાં રાગના અભાવરૂપ પરિણમન થઈ જાય છે. સ્વભાવ તો રાગના અભાવરૂપ છે
ને પર્યાય તેમાં વળી ત્યાં તે પણ રાગના અભાવરૂપ થઈ. –આ સિવાય બીજી રીતે
રાગનો અભાવ થાય નહિ, ને બંધનથી છૂટકારો થાય નહિ.
જ્ઞાનમાં બોજો નથી
અરે, તું તારા જ્ઞાનસ્વભાવને તો જો. જ્ઞાનસ્વભાવ ઉપર કોઈનો બોજો છે
જ નહીં. તારામાં તો તારો જ્ઞાન–દર્શન સ્વભાવ છે. પોતાના નિજસ્વભાવને આત્મા
કદી છોડતો નથી, ને પરભાવને પોતામાં કદી ગ્રહતો નથી. આત્મસ્વભાવમાં
પરભાવનો બોજો નથી. આવો આત્મસ્વભાવ સ્વાનુભવમાં લેતાં તને મોક્ષમાર્ગનો
લાભ થશે.
સ્વતંત્ર પરિણમનમાં વ્યવહારની હદ કેટલી?
જો કે પરમાર્થે તો જ્ઞાન તે જ્ઞાન જ છે, જ્ઞાનને પર સાથે સંબંધ નથી; જ્ઞાન
પોતે પરમાં જતું નથી ને પરને પોતામાં લાવતું નથી; પણ જ્ઞાનસામર્થ્ય એવું ખીલ્યું
છે કે સામા પદાર્થોને પોતામાં જ્ઞેય બનાવે છે. પહેલાં પદાર્થેને રાગદ્વેષનું નિમિત્ત
બનાવતો તેને બદલે હવે પદાર્થોને જ્ઞાનનું નિમિત્ત બનાવે છે. જ્ઞાન જ્ઞાનપણે
પરિણમ્યું ત્યાં પદાર્થો જ્ઞેયપણે તેને નિમિત્ત થયા; એ તો ઠીક, પણ આ જ્ઞાન પણ
જ્ઞેયપદાર્થોને નિમિત્ત થયું. પુદ્ગલાદિ પદાર્થો જ્ઞેયપણે પરિણમે છે તો તેમના
પોતાના સ્વભાવથી જ, કાંઈ જ્ઞાન તેમને નથી પરિણમાવતું, પણ તેના જ્ઞેયપણામાં
આ ચેતયિતાનું જ્ઞાન નિમિત્ત થાય છે. જુઓ, આ વ્યવહાર! એકબીજાનું કાંઈ કરે
એવો તો વ્યવહાર નથી. જ્ઞાતા–જ્ઞેયપણાનો સંબંધ એટલો જ વ્યવહાર છે. જ્ઞાન
પરને જાણે એટલો વ્યવહાર, પણ જ્ઞાન પરને જાણતાં તેમાં કાંઈ ફેરફાર કરી નાંખે,
કે પર ચીજ જ્ઞાનમાં જણાતાં જ્ઞાનને કાંઈ રાગદ્વેષ કરાવી દે–એમ નથી. વ્યવહારમાં
પણ બંનેનું સ્વતંત્ર પરિણમન સ્વીકારીને નિમિત્ત–નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે.
એટલી જ વ્યવહારની હદ છે.
વિકસતું જ્ઞાન પરદ્રવ્યને રાગદ્વેષનું નિમિત્ત બનાવતું નથી
જ્ઞાન–દર્શન–ચારિત્રની જે નિર્મળ પર્યાય ખીલી તેમાં વ્યવહાર કેવો હોય તે
અહીં બતાવે છે. પર સાથેનો સંબંધ તોડી અંતર્મુખ સ્વભાવમાં તન્મયપણે
પરિણમતું જ્ઞાન વિકલ્પથી જુદું પડ્યું ત્યાં હવે તે વિકલ્પ સાથે તેને કર્તાકર્મપણું તો
ન રહ્યું, પરંતુ ઊલ્ટું તે વિકલ્પ જ્ઞેયપણે જ્ઞાનમાં નિમિત્ત થયું. પ્રતિકૂળ સંયોગ
આવતાં શું જ્ઞાનમાં પ્રતિકૂળતા