આત્મા એટલે સર્વજ્ઞસ્વભાવી પરમાત્મા; જ્ઞાનભાવમાં તન્મય થઈને
આવા આત્માને પ્રતીતમાં સ્વાનુભવમાં લીધા વગર જ્ઞાનપર્યાયમાં નિશ્ચય શું ને
વ્યવહાર શું તેની ખબર પડે નહિ. ભિન્ન જ્ઞાનની જેને ખબર નથી તે જ્ઞાન–જ્ઞેયની
એકબીજામાં કોઈ ને કોઈ પ્રકારે ભેળસેળ કરી નાંખે છે. તેને અહીં સમજાવે છે કે
ભાઈ, જ્ઞાન જ્ઞાનમાં, ને જ્ઞેય જ્ઞેયમાં, બંને ભિન્ન–ભિન્ન પોતપોતામાં જ વર્તી રહ્યા
છે, એકબીજાને કાંઈ લાગતું–વળગતું નથી. જ્ઞેયોમાં કાંઈ છેદાય–ભેદાય તેથી જ્ઞાન
કાંઈ છેદાતું–ભેદાતું નથી. ચૈતન્યવસ્તુનો દરબાર કોઈ અનોખો છે,–જેમાં કોઈ
પરજ્ઞેયનો પ્રવેશ નહિ છતાં બધાય જ્ઞેયો જણાય. જ્ઞાનની સીમા તૂટે નહિ છતાં જ્ઞેય
તેમાં જણાય એવો વ્યવહાર છે. જ્ઞાતા પોતે જ્ઞાનમય જ પરિણમે છે–તે નિશ્ચય છે,
તેમાં કોઈ બીજાની અપેક્ષા નથી. –આમ જ્ઞાનની જેમ શ્રદ્ધા–ચારિત્ર વગેરે ગુણોમાં
નિશ્ચય–વ્યવહાર યથાયોગ્ય સમજવા.
તત્ત્વાનુશાસન ૧૯૨મી ગાથામાં કહે છે કે: અરિહંત અને સિદ્ધનું ધ્યાન કરવું.
કરવું એ તો જૂઠ–મૂઠ ફોગટ છે! ત્યારે તેનું સમાધાન કરતાં કહે છે કે હે ભાઈ! થોડા
સમય પછી આત્મામાં જે અરિહંતપદ અને સિદ્ધપદ પ્રગટવાના છે તે પર્યાયો સાથે આ
આત્મદ્રવ્ય અત્યારે સંકળાયેલું છે, આત્મામાં તે પર્યાયો પ્રગટવાની તાકાત ભરી છે;
સર્વજ્ઞસ્વભાવ અત્યારે અંદર શક્તિપણે ભરેલો છે, તેનું ધ્યાન કરતાં તૃપ્તિ–શાંતિ ને
નિરાકુળ આનંદ અત્યારે અનુભવાય છે. જો અસત્ હોય તો તેના ધ્યાનથી શાંતિ કેમ
થાય? જેમ કોઈને તરસ લાગી હોય ને મૃગજળમાં ‘આ પાણી છે’ એવી અસત્
કલ્પનાથી પાણીનું ધ્યાન કરે તેથી કાંઈ તેની તરસ મટે નહિ, પરંતુ અહીં તો અમને
અર્હંત અને સિદ્ધપદના ધ્યાનથી આત્મસ્વભાવમાં સન્મુખતા થાય છે ને ચૈતન્યના
અમૃતપાનથી અશાંતિ મટીને શાંતિ થતી પ્રત્યક્ષ વેદાય છે, માટે તે ધ્યાન અસત્ નથી
પણ સત્ છે, સત્–સ્વભાવમાં જે સામર્થ્ય પડ્યું છે તેનું ધ્યાન જરૂર તૃપ્તિ ઉપજાવે છે.
અરે, આખું સ્વભાવસામર્થ્ય વર્તમાન વિદ્યમાન ભર્યું છે, તેને અંતરમાં દેખે તો માર્ગ
ખૂલી જાય ને બધા સમાધાન થઈ જાય.