_________________________________________________________________
ભગવાન મહાવીર
દીપાવલી......મંગલ દીપાવલી
આસો વદ અમાસનું પરોઢિયું....
આખુંય ભારત આજે અનેરા આનંદથી આ દીપોત્સવ ઊજવી રહ્યું છે. શેનો છે
આ મંગળ દીપોત્સવ?
પાવાપુરીનું પવિત્રધામ હજારો દીપકોના ઝગમગાટથી આજે અનેરું શોભી રહ્યું
છે. વીરપ્રભુના ચરણસમીપે બેસીને ભારતના હજારો ભક્તજનો વીરપ્રભુના
મોક્ષગમનનું સ્મરણ કરી રહ્યા છે ને તે પવિત્રપદની ભાવના ભાવી રહ્યા છે. અહા,
ભગવાન મહાવીર આજે સંસારબંધનથી છૂટીને અભૂતપૂર્વ સિદ્ધપદને પામ્યા, અત્યારે
તેઓ સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે. પાવાપુરીના જલમંદિરની ઉપર–ઠેઠ ઉપર લોકાગ્રે
પ્રભુ સિદ્ધપદમાં બિરાજી રહ્યા છે.
કેવું છે એ સિદ્ધપદ? સંતોના હૃદયમાં કોતરાઈ ગયેલા એ સિદ્ધપદનું વર્ણન કરતાં
શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે:–
કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે,
જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અછેદ્ય છે.
અનુપમ, અતીન્દ્રિય, પુણ્ય– પાપવિમુક્ત અવ્યાબાધ છે,
પુનરાગમનવિરહિત, નિરાલંબન, સુનિશ્ચળ નિત્ય છે.
માત્ર સિદ્ધદશામાં જ નહિ પરંતુ ત્યાર પહેલાં સંસાર અવસ્થા વખતે ય જીવોમાં
આવો સ્વભાવ છે–તે દર્શાવતાં કહે છે કે–