જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણ સંયુક્ત છે.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે,
જ્યમ લોક–અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને.
દીવડાવડે આખું ય ભારત આજે પણ ઊજવે?
સુધી આત્મજ્ઞાન ન કરે ત્યાં સુધી અનેક ભવમાં સંસારભ્રમણ કરે છે. એ રીતે
ભવચક્રમાં ભમતાં ભમતાં તે જીવ એકવાર વિદેહક્ષેત્રમાં પુંડરીકિણી નગરીના મધુવનમાં
પુરુરવા નામે ભીલરાજા થયો; ત્યારે સાગરસેન નામના મુનિરાજને દેખીને પ્રથમ તો
મારવા તૈયાર થયો પણ પછી તેમને વનદેવતા સમજીને નમસ્કાર કર્યા ને તેમના શાન્ત
વચનોથી પ્રભાવિત થઈને માંસાદિના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું. વ્રતના પ્રભાવે પહેલા
સ્વર્ગનો દેવ થયો ને પછી ત્યાંથી અયોધ્યાનગરીમાં ભરતચક્રવર્તીનો પુત્ર મરીચી થયો;
ચોવીસમા–અંતિમ તીર્થંકરનો જીવ પ્રથમ–તીર્થંકરનો પૌત્ર થયો. ત્યારે તેણે પોતાના દાદા
સાથે દેખાદેખીથી દીક્ષા તો લીધી પરંતુ વીતરાગ–મુનિમાર્ગનું પાલન કરી શક્્યો નહિ
તેથી ભ્રષ્ટ થઈને તેણે મિથ્યામાર્ગનું પ્રવર્તન કર્યું. માનના ઉદયથી તેને એમ વિચાર થયો
કે જેમ ભગવાન ઋષભદાદાએ તીર્થંકર થઈને ત્રણલોકમાં આશ્ચર્યકારી સામર્થ્ય પ્રાપ્ત
કર્યું છે તેમ હું પણ બીજો મત ચલાવીને તેનો નાયક થઈને તેમની જેમ ઈન્દ્ર વડે પૂજાની
પ્રતીક્ષા કરીશ; હું પણ મારા દાદાની જેમ તીર્થંકર થઈશ. (ભાવિ તીર્થંકર થનાર દ્રવ્યમાં
તીર્થંકરત્વના કોડ જાગ્યા!)
ભરતક્ષેત્રમાં અંતિમ તીર્થંકર (મહાવીર) થશે. પ્રભુની વાણીમાં પોતાના તીર્થંકરત્વની
વાત સાંભળતાં મરીચીને ઘણું આત્મગૌરવ થયું. તો પણ હજી સુધી તે ધર્મ પામ્યો ન
હતો. અરે, તીર્થંકરદેવની દિવ્યધ્વનિ સાંભળીને પણ એણે સમ્યક્ધર્મનું ગ્રહણ ન કર્યું.
આત્મભાન વગર સંસારના કેટલાય ભવોમાં તે જીવ રખડયો.