Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 29

background image
: ૮ : : પોષ :
ચૈતન્યની રુચિમાં મોક્ષસુખનાં બીજડાં પડ્યાં છે.
વિકારની રુચિમાં અનંત ભવનાં બીજડાં પડ્યાં છે.
આરાધ્ય એવા આત્મદેવની આરાધના કરતાં આત્મા પોતે આરાધ્ય–પરમાત્મા
બની જાય છે. આમ જાણીને હે ભાઈ! શુદ્ધભાવ વડે આત્મદેવની આરાધના કર.
દેહ અને આત્મા
અરે, દેહથી ભિન્ન આ ચૈતન્યદેવ, તે દેહને અડતોય નથી. પોતાના ચૈતન્યદેવની
આરાધના છોડીને, જડ દેહમાં મૂર્છાઈ ગયો તેથી નવા નવા દેહ ધારણ કરી કરીને
સંસારમાં રખડયો. છતાં તે દેહથી અલિપ્ત જ રહ્યો છે; પોતાના સ્વરૂપને કદી છોડયું નથી.
સ્વાનુભૂતિ
અનાદિથી જીવને જે વિકારનું–આકુળતાનું–દુઃખનું જ વેદન હતું; તેનાથી ભિન્ન
થઈને, આત્માની સ્વાનુભૂતિથી જ્યારે આનંદનું–નિરાકુળશાંતિનું વેદન થયું ત્યારે
સમ્યગ્દર્શન થયું; ત્યારે પહેલું ગુણસ્થાન છોડીને જીવ ચોથા ગુણસ્થાને આવ્યો, ને ત્યારે
જ ધર્મની ને મોક્ષમાર્ગની શરૂઆત થઈ.
કાયારૂપી કાદવમાં અલિપ્ત ચૈતન્યકમળ
સ્વાનુભૂતિમાં તો આત્મા રાગનેય સ્પર્શતો નથી, આનંદને જ સ્પર્શે છે–
અનુભવે છે; અહા; ચૈતન્યભાવ રાગને પણ નથી સ્પર્શતો, ત્યાં જડશરીરને કેમ સ્પર્શે?
ત્રણકાળમાં અમૂર્તઆત્મા મૂર્તશરીરને કદી સ્પર્શ્યો નથી, કદી એકમેક થયો નથી. આત્મા
વસે છે ક્્યાં? કે દેહમાં; પણ નિશ્ચયથી પોતાના ચૈતન્યશરીરમાં રહેનારો આ આત્મા
દેહને અડયો નથી, તેમ જ દેહનાં રજકણો આત્માને અડયાં નથી. અસ્પર્શી આત્માને જડ
કેમ સ્પર્શે? જેમ કમળપત્ર ક્્યાં રહ્યું છે? કે પાણીમાં; અને છતાં તે કમળપત્ર પાણીને
અડયું નથી, પાણીથી તે અલિપ્ત જ છે, તેમ ચૈતન્યકમળ તે કાયારૂપી કાદવની વચ્ચે
રહ્યું છતાં તે કાયારૂપી કાદવથી લેપાયેલું નથી. જડ કાયાનો એક અંશ પણ ચૈતન્યમાં
ક્્યાંય પ્રવેશ્યો નથી. અહા, કેટલી સ્પષ્ટ ભિન્નતા? આવી ભિન્નતા કોણ દેખે? કે જે
જીવ સંયોગદ્રષ્ટિના ચશ્મા ઉતારી નાંખીને, અસંયોગી સ્વભાવની દ્રષ્ટિથી દેખે તેને
પોતાના અંતરમાં ચૈતન્યતત્ત્વ દેહથી ભિન્ન વિલસતું દેખાય છે.
આનંદની સ્ફુરણા
લોકાગ્રે સિદ્ધભગવાન જેમ શરીર વગરના છે તેમ તારો આત્મા પણ હે જીવ!
શરીર વગરનો જ છે. ‘શરીરનો જુદો’ એટલે શરીર વગરનો;–આમ જાણીને હે જીવ!