Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 29

background image
: ૧૨ : : પોષ :
અસંખ્યપ્રદેશી ચૈતન્યઘટ અમૃતરસથી ભરેલો છે. વીતરાગી આનંદથી ભરેલો
ચૈતન્યકલશ, તેનો સ્વાદ લેનારું જ્ઞાન પણ વીતરાગ છે. ચોથા ગુણસ્થાને પણ જેટલું
સ્વસંવેદન છે તેટલો વીતરાગભાવ છે. આવા વીતરાગ અંશ વગર ધર્મની શરૂઆત થાય
નહિ.
જેટલા મહાન ગુણો જગતમાં છે તે બધાય ગુણોથી આ આત્મા પરિપૂર્ણ છે;
આવી પ્રભુતાથી ભરેલો પોતાનો ઈશ્વર, તેમાં સ્વસન્મુખ થતાં જ્ઞાનબીજ ઊગે છે;
ભેદજ્ઞાનરૂપ બીજનો પ્રકાશ ચોથા ગુણસ્થાને થયો છે. પછી ગુણસ્થાન અનુસાર
સ્વસંવેદનજ્ઞાન અને વીતરાગભાવ વધતા જાય છે, શાંતિ ને આનંદનું વેદન પણ વધતું
જાય છે.
સર્વાર્થસિદ્ધિના સંયોગમાં રહેલ સમ્યગ્દ્રષ્ટિ જે આત્મિક શાંતિ વેદે છે, પંચમ
ગુણસ્થાનવર્તી તિર્યંચ–શ્રાવક તેના કરતાં અનંતગુણી આત્મિક શાંતિ વેદે છે; અને
નિષ્પરિગ્રહી મુનિરાજ છઠ્ઠાસાતમા ગુણસ્થાને એના કરતાંય અનંતગુણી આત્મશાંતિ વેદે
છે. ને સર્વજ્ઞ પરમાત્માના પૂર્ણાનંદની તો શી વાત? આવી શાંતિનું વેદન વીતરાગી
સ્વસંવેદન જ્ઞાન વડે જ થાય છે. આત્માના સંવેદનમાં વીતરાગતાની હાક વાગે છે;
બહારમાં આત્માની હાક વાગે એમ નથી. તારી હાક તારામાં, તારો પ્રભાવ તારામાં;
તારામાં આનંદથી ભરેલા ચૈતન્યપૂર વહે છે તેમાં જેટલો એકાગ્ર થા તેટલી તને શાંતિ.
આત્મા જ્યારે શુદ્ધોપયોગની શ્રેણીમાં ચડે છે ત્યારે આનંદની ધારા ઉલ્લસે છે. ચોથા
ગુણસ્થાનથી જેટલી શુદ્ધતા છે તેટલી આનંદની ધારા વહે છે. રાગનો જેમાં સંસર્ગ નથી
એવા સ્વસંવેદન વડે જ આત્મા જણાય છે ને આનંદ વેદાય છે.
રાગથી પાર થઈને અને અતીન્દ્રિય સ્વભાવમાં ઝૂકીને આત્માને જાણે છે કે ‘આ
સ્વસંવેદન તે હું છું’–એમ જાણનારું જ્ઞાન રાગ વગરનું છે. પર તરફ ઝૂકીને પરને
જાણનારું જ્ઞાન તો રાગસહિત છે. અને રાગસહિત જ્ઞાન આત્માનું સ્વસંવેદન કરી શકતું
નથી. આત્મા પોતે રાગ વગરના સ્વભાવવાળો છે તેથી તેનું સ્વસંવેદન જ્ઞાન પણ તે જ
જાતનું છે. આવું સ્વસંવેદન જેને થયું તે અંતરાત્મા છે; તે પરમાત્માને જાણે છે ને
દેહબુદ્ધિરૂપ બહિરાત્માને છોડે છે.
બહિરાત્માનું સ્વરૂપ ઓળખીને તે છોડયા જેવું છે; કેવો છે બહિરાત્મા? દેહાદિ બાહ્ય
પદાર્થોમાં કે રાગાદિ બર્હિભાવોમાં આત્મબુદ્ધિ કરનારો બહિરાત્મા છે; તે ભિન્ન
આત્મસ્વરૂપને દેખતો નથી ને બાહ્યભાવોમાં જ આત્મબુદ્ધિથી રોકાઈ રહે છે. તેને અહીં મૂઢ
કહ્યો છે ને અંતરાત્માને વિચિક્ષણ કહ્યો તથા પરમાત્મા તો બ્રહ્મરૂપ કેવળજ્ઞાનરૂપ છે. પોતાના
ચૈતન્યભાવમાં બાહ્યભાવોને જરાય પ્રવેશવા દેતા નથી એ અંતરાત્માની વિચિક્ષણતા છે.
અજ્ઞાની પરભાવોમાંય સ્વપણે વર્તી રહ્યો છે તે મૂઢતા છે. મિથ્યાત્વરૂપ પરિણમ્યો