Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 29

background image
: ૧૬ : : પોષ :
* અરે, જેઓ સંસારના માત્ર પાપકાર્યોમાં જ સહાયક થાય છે, અને પવિત્ર
ધર્મકાર્યોમાં વિઘ્ન નાખે છે, એના જેવો શત્રુ બીજો કોણ છે?
* મારા અંતરમાં અત્યારે શુદ્ધોપયોગની પ્રેરણા જાગી છે, મારું મન સર્વત્ર
વિરક્ત થયું છે.
* દીક્ષા માટે તૈયાર થયેલ વરાંગરાજ પોતાના પુત્રોને અંતિમ હિતશિખામણ
દેતાં કહે છે કે, લૌકિક યોગ્યતા અને સજ્જનતા ઉપરાંત, ભગવાન અર્હંતદેવ દ્વારા
ઉપદિષ્ટ રત્નત્રયધર્મને કદી ન ભૂલો. શાસ્ત્રજ્ઞની સંગતિ કરો. રત્નત્રયથી ભૂષિત
સજ્જનોનો આદર અને સમાગમ કરો. મુનિ–આર્યિકા–શ્રાવક–શ્રાવિકા એ ચતુર્વિધ
સંઘની જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આદરપૂર્વક વંદના કરો...અને રત્નત્રયના
સેવનમાં સદા તત્પર રહો.
* એ રીતે વરાંગકુમાર વૈરાગ્યથી જ્યારે વન તરફ ચાલ્યા ત્યારે તેને દેખનારા
કેટલાક જીવોએ તો તેની પ્રશંસા કરી, અને બીજા જીવો–કે જેમનો આત્મા મર્યો ન હતો,
–જેમનું આત્મબળ દીન થયું ન હતું–જેઓ આત્મહિતમાં જાગૃત હતા તેઓ તો વરાંગ
સાથે જ ચાલી નીકળ્‌યા....‘આ રાજકુમાર આત્મહિત સાધવા વનમાં જશે ને અમે શું
અહીં હાથ જોડીને બેસી રહેશું?–એમ કહીને તેઓ પણ તેની સાથે જ વૈરાગ્યથી વનમાં
સીધાવ્યા.
* ભયભીત કાચબો પોતાના સર્વાંગને પોતામાં જ સંકોચી લ્યે છે તેમ સંસારથી
ભયભીત વરાંગ મુનિરાજે પોતાનો ઉપયોગ સમસ્ત ઈન્દ્રિયોથી સંકોચીને પોતામાં જ
એકાગ્ર કર્યો હતો. જેનો ઉપયોગ પોતામાં જ લીન છે તેને આ જગતમાં ભય નથી.
જિનમાર્ગ અત્યન્ત સરળ છે
સર્વજ્ઞ જિનેન્દ્રોના માર્ગનું અનુસરણ કરવાથી
જીવનો ઉદ્ધાર થાય છે, ને તે જન્મ–મરણરહિત અમર પદ
પામે છે. અને આ કાંઈ કલિષ્ટ માર્ગ નથી પરંતુ
સ્વભાવિક હોવાને કારણે વિવેકી પુરુષોને માટે તે અત્યંત
સરલ છે. હે જીવ! અંતરાત્માવડે તેનું ગ્રહણ કરીને તું
સન્માર્ગી થા.