ચૈતન્ય હીરો...જેમાં એકાગ્ર થતાં એક ક્ષણમાં કેવળજ્ઞાનની અચિંત્યવિભૂતિ પ્રગટે. અરે
જીવ! આવો ચમત્કારી ચૈતન્યહીરો તારામાં છે તે પ્રાપ્ત કરવાનો અતિદુર્લભ સુઅવસર
તને મળ્યો છે તો કાળની એક ક્ષણ પણ વ્યર્થ ગુમાવ્યા વિના તારા ચૈતન્યહીરાને દેખ.
આ ચૈતન્યહીરા પાસે જગતમાં કોઈની મહત્તા નથી.
આત્મા ઉપાદેય છે. તે જ જ્ઞાનમાં શ્રદ્ધામાં અનુભવમાં લેવા જેવો છે. પોતાના આવા
પરમાત્મતત્ત્વને સન્તો જ જાણે છે.
પણ વિકલ્પથી પાર એવા નિર્વિકલ્પ ચૈતન્યનો અનુભવ તેને નહિ થાય. વિકલ્પને
સાધન માને તે વિકલ્પનું અવલંબન છોડીને આઘો જાય નહિ, એટલે વિકલ્પથી પાર
એવું ચૈતન્યતત્ત્વ તેના અનુભવમાં આવે નહિ. ભાઈ, ચૈતન્યતત્ત્વ અને વિકલ્પ–એ
બંનેની જાત જ જુદી છે; ચૈતન્યમાંથી વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, અને વિકલ્પનો
પ્રવેશ ચૈતન્યમાં થતો નથી. આમ અત્યંત ભિન્નતાને ઊંડેથી વિચારીને તું ચૈતન્યની જ
ભાવનામાં તત્પર રહે.