Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 29

background image
: ૧૮ : : પોષ :
ચૈતન્યમાં જેમ જેમ નીકટતા થતી જાય છે તેમ તેમ વિકલ્પો શમતા જાય છે.
ચૈતન્યમાં લીન થતાં વિકલ્પો અલોપ થઈ જાય છે. આ રીતે ચૈતન્યમાં વિકલ્પ નથી,
એવા ભિન્ન ચૈતન્યને તું તીવ્ર લગનીથી ચિંતવ.
*
સ્વરૂપની વાર્તા
હે જીવ! શુદ્ધાત્માના અનુભવની જે વાત સન્તો મહિમાપૂર્વક કહે છે તે તારા
સ્વરૂપની જ વાર્તા છે, બીજાની વાત નથી. તારા સ્વરૂપનો રસીયો થઈને તું અનુભવ
માટે અભ્યાસ કર, એમ કરવાથી તને તારા સ્વરૂપના આનંદનો અનુભવ થશે. પોતાનું
સ્વરૂપ પોતાને અપ્રાપ્ત કેમ હોય? જો જગતની બીજા ઝંઝટ છોડીને, એક આત્માનો જ
અર્થી થઈને સતતપણે અંતરંગ અભ્યાસ કર તો તારું સ્વરૂપ તને પ્રસિદ્ધ અનુભવમાં
આવશે...જેના અનુભવથી તારું જીવન સર્વ પ્રકારે ઉજ્જવળ અને આનંદમય બનશે.
*
સ્વાનુભૂતિનું સુખ
અનાદિકાળથી સ્વરૂપને ભૂલીને, સમ્યગ્દર્શન વગર સંસારમાં રખડતો જીવ
સમસ્ત પરભાવોને ફરી ફરી ભોગવી ચૂકયો છે, સંસારસંબંધી બધાય દુઃખ–સુખ એ
ભોગવી ચૂકયો છે, પોતાના સ્વરૂપનું વાસ્તવિકસુખ એક ક્ષણ માત્ર તેણે ભોગવ્યું
નથી...કે જે સુખની પાસે જગતના બધા ઈન્દ્રિયસુખો અત્યંત નીરસ છે. ઈન્દ્રિયસુખોથી
આત્મિકસુખની જાત જ જુદી છે,–જેમ ઈન્દ્રિયો અને આત્મા જુદા છે તેમ.–હે જીવ!
જ્ઞાનસ્વભાવના અવલંબનથી સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરીને સ્વાનુભૂતિમાં તારા આ
સુખને તું ભોગવ.
*
સુખનું જ્ઞાન ને સુખનું વેદન
કેવળજ્ઞાની ભગવાન પૂર્ણ અતીન્દ્રિય સુખરૂપ થયા છે, ને એવું જ સુખ
અનંતકાળ સુધી રહેશે. આગામી કાળના સમય સમયના પરિણામથી જે સુખ થશે તે
કેવળજ્ઞાને અત્યારે જાણી લીધું છે, છતાં સમયે સમયે નવા નવા સુખનો ભોગવટો હોય
છે. કેમકે ભાવિ પરિણામનું સુખ તે જ્યારે તે પ્રગટે ત્યારે અનુભવાશે. બધાય
પરિણામના સુખનું જ્ઞાન યુગપત થઈ ગયું છે, પણ સુખનો ભોગવટો તો એકેક સમયના
પરિણામનો ભિન્ન ભિન્ન છે. બધાય કાળના પરિણામનું સુખ એક સાથે વેદાઈ જતું નથી,
પણ જ્ઞાનમાં એક સાથે આવી જાય છે.