Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 29

background image
: પોષ : : ૧૯:
મોક્ષમાર્ગમાં વિહર
શુદ્ધ આત્માના આશ્રયે જે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ મોક્ષમાર્ગ છે,
આવો મોક્ષમાર્ગ બતાવીને આચાર્યદેવ ભવ્ય જીવને સંબોધન કરે છે કે હે ભવ્ય! આવા
મોક્ષપંથમાં તારા આત્માને તું સ્થાપ; તેનું જ ધ્યાન અને અનુભવન કર, ને તેમાં જ તું
વિહર. આ સિવાય બીજામાં ન વિહર.
જ્યાં એકતા ત્યાં લીનતા
જેમાં જેને એકત્વબુદ્ધિ હોય તેમાં તે પોતાને સ્થાપે છે; અનાદિથી માંડીને
અજ્ઞાનીએ પરભાવમાં એકત્વબુદ્ધિથી, ‘આ હું, આ મારાં’–એમ પરભાવમાં ને પર
દ્રવ્યમાં જ પોતાને સ્થાપ્યો હતો. હવે કહે છે કે તેનાથી ભેદજ્ઞાનવડે તારા આત્માને પાછો
વાળ, ને સ્વદ્રવ્યના આશ્રયે જ મોક્ષમાર્ગ જાણીને તેમાં જ આત્માને સ્થાપ.
ચૈતન્યનાં વહેણ
હેવ જીવ! ભૂલ તેં કરી છે, અને તે ભૂલને ભાંગવાનું સામર્થ્ય પણ તારામાં જ
ભર્યું છે. અનાદિથી ભૂલ કરી માટે હવે તે ભાંગી ન શકાય–એવું નથી. એક સમયના
સમ્યગ્જ્ઞાન વડે અનાદિની ભૂલ તત્ક્ષણ ભાંગી જાય છે.–તારાથી આ થઈ શકે છે તેથી
આચાર્ય કહે છે કે હે જીવ! તારી પ્રજ્ઞાના ગુણવડે જ તારા આત્માને રાગદ્વેષાદિ પર
ભાવોથી પાછો વાળ ને રત્નત્રયમાં નિશ્ચલપણે જોડ. તારા ચૈતન્યનાં વહેણને વિકારમાં
ન વાળ, તારા ચૈતન્યવહેણને તારા સ્વભાવમાં જ વાળ.–આ મોક્ષને સાધવાની કળા છે.
જન્મમરણવડે આખા લોકમાં ભમી ચુકેલા
આ જીવને બધુંય સુલભ છે પણ એક યથાર્થજ્ઞાન
મહા દુર્લભ છે, તે જ્ઞાનની પ્રાપ્તિ થવાનો
સુઅવસર આવ્યો ત્યારે તેની પ્રાપ્તિ, રક્ષા અને
વૃદ્ધિ માટે જીવે કદી પ્રમાદ કરવો ન જોઈએ,
સૌથી દુર્લભ એવી અમૂલ્ય બોધિની પ્રાપ્તિનો આ
અવસર આવ્યો છે.
“દુર્લભ હૈ સંસારમેં....
એક યથારથ જ્ઞાન”