Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 29

background image
વસ્તુની મર્યાદા પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં જ છે. દ્રવ્ય–ગુણ–પર્યાયનું
સ્વરૂપ ઓળખતાં સ્વ–પરની ભિન્નભિન્ન મર્યાદા સમજાય છે. એટલે મારાથી પરમાં
કાંઈ થયું કે પરથી મારામાં કાંઈ થયું–એવી પરાશ્રિત–મિથ્યાબુદ્ધિ રહેતી નથી;
પોતાના સ્વદ્રવ્યનો આશ્રય થતાં સમ્યક્ત્વાદિરૂપ પરિણમન થાય છે, એટલે કે
મોક્ષમાર્ગ થાય છે.
અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિને માટે આ ઉપદેશ છે, કર્મની અને રાગદ્વેષની
પરંપરા અનાદિથી ચાલી આવે છે, પણ જો શુદ્ધનય વડે આત્માનું સ્વરૂપ
અનુભવવામાં આવે તો તે પરંપરા તુટી જાય છે ને અતીન્દ્રિય આનંદની પરંપરા
ચાલુ થાય છે. શુદ્ધ નિશ્ચયથી આત્મામાં રાગદ્વેષ નથી, એ તો નિર્મળ જ્ઞાનદર્શન
સ્વભાવ છે. આવા આત્માના સ્વસંવેદનથી જ અતીન્દ્રિય આનંદ થાય છે, માટે તે
જ ઉપાદેય છે.
પર્યાયમાં રાગદ્વેષ થાય છે ને કર્મનો સંગ છે–એનું વ્યવહારથી જ્ઞાન કરાવ્યું.
પણ તે કાંઈ ઉપાદેય નથી. ઉપાદેય તો બંધન વગરનો સ્વભાવ કે જેના અનુભવથી
આનંદ થાય–તે જ છે. નિર્વિકલ્પ વીતરાગ આનંદ સ્વરૂપ આત્મા છે–તેના
સ્વસંવેદનના અભાવમાં આત્મા રાગદ્વેષરૂપ પરિણમે છે. અને શુદ્ધસ્વરૂપના વેદનથી
તે રાગદ્વેષ ટળીને આનંદ અને વીતરાગભાવ પ્રગટે છે. આવી વીતરાગી
અનુભૂતિમાં ધર્મીને આનંદ સાથે તન્મય એવો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે.
શુદ્ધઆત્માની અનુભૂતિ તે ધર્મ છે. ને તે કર્મના નાશનું કારણ છે. આવી
અનુભૂતિ જેને નથી તે જીવ અજ્ઞાનભાવથી કર્મો બાંધે છે. વીતરાગી અનુભૂતિથી ભિન્ન
એવા જે વિષય કષાયોના પરિણામ તે ઉપાદેય નથી; તે વિષય કષાયોથી રહિત એવી જે
નિર્વિકલ્પ વીતરાગ શુદ્ધાત્મ–અનુભૂતિ તે જ આરાધવા યોગ્ય છે. વીતરાગ અનુભૂતિમાં
પોતાનો આત્મા જ આરાધ્ય છે. ચૈતન્યસ્વરૂપ નિજાત્માથી બહારના જે કોઈ પરદ્રવ્ય છે
તેના તરફના ઝુકાવથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે, ને તેનાથી ચારગતિમાં ભ્રમણ થાય
છે. નિશ્ચયથી આ શુદ્ધ આત્મા તે રાગદ્વેષથી ભિન્ન છે, ઈન્દ્રિયોથી ને બાહ્યપદાર્થોથી ભિન્ન
છે, કર્મથી ને ચાર ગતિથી ભિન્ન છે માટે એ સમસ્ત પરભાવો ત્યાગ કરવા યોગ્ય છે.
અંતરમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ અનુભૂતિમાં શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. જેને આવી
અનુભૂતિનો રંગ નથી તે રાગથી રંગાઈ જાય છે.
અરે જીવ! એકવાર આત્મામાં અનુભૂતિનો રંગ ચડાવ. અનુભૂતિનો રંગ જેને
ચડે તેને વિષયકષાયોનો રંગ ઊડી જાય; કેમકે શુદ્ધઅનુભૂતિ રાગના રંગ વગરની છે.
આવી