Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 29

background image
અહા, આત્માની અનુભૂતિ કોઈ અચિંત્ય છે. જે અનુભૂતિનું સ્વરૂપ સાંભળવા
માટે સ્વર્ગના દેવો ને ઈન્દ્રો પણ આ મનુષ્યલોકમાં ભગવાનની સભામાં આવે છે, એ
અનુભૂતિના મહિમાની શી વાત! એક ક્ષણની અનુભૂતિ સમસ્ત કર્મોને ભસ્મ કરી નાંખે
છે. આવી અનુભૂતિવાળો જીવ જ જગતમાં સુખી છે. અનુભૂતિ વગરના બધાય જીવો
દુઃખી–દુઃખી જ છે, પછી ભલે મોટો રાજા હો કે દેવ હો. સુખ તો આત્મામાં છે, તેની
અનુભૂતિ જેને છે તે જ સુખી છે. ભાઈ, તું અનાદિથી દુઃખ વેદી રહ્યો છે; એ દુઃખ કાંઈ
તારા સ્વભાવમાં ભરેલું નથી, તારા સ્વભાવમાં તો સુખ જ ભરેલું છે–એ સ્વભાવમાં
અનુભૂતિવડે પ્રવેશ કર તો તારી ચૈતન્યખાણમાંથી આનંદ અને સુખ જ તને અનુભવમાં
આવશે. માટે સ્વાનુભૂતિવડે આવો આત્મસ્વભાવ જ ઉપાદેય છે, એમાં જ શાંતિ છે;
બીજે ક્્યાંય શાંતિ–સુખ કે આનંદ નથી ને બીજું કાંઈ ઉપાદેય નથી.–આમ હે શિષ્ય! તું
જાણ...ને તારા આત્માને ધ્યાવ...એમ અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ માટે સન્તોનો ઉપદેશ
છે.
કોણ વહાલું?
હે જીવ! તું વિચાર–કે તને પૈસા
વહાલા કે તારું જીવન? બેમાંથી કોણ
તને વહાલું? અમને તો લાગે છે કે તને
પૈસા કરતાં તારું જીવન વહાલું નથી.
જો તારું જીવન તને વહાલું હોત તો,
પૈસા ખાતર તારા જીવનને તું ગુમાવત
નહિ. પૈસા ખાતર તું તારા કિંમતી
જીવનને ગુમાવી રહ્યો છે તે ઉપરથી
લાગે છે કે તને પૈસા કરતાં તારું જીવન
વધુ વહાલું નથી, જીવન કરતાંય પૈસા
તને વધુ વહાલા છે.–રે મોહ!
: ૨૪ : : પોષ :