તારો આત્મા જગતના પદાર્થોથી જુદો છે ને સમસ્ત
પરભાવોથી પણ જુદો છે. સ્વાનુભૂતિમાં જે તત્ત્વ
આવ્યું તે જ તું છો. અભેદરત્નત્રયપરિણત જીવને
નિર્વિકલ્પસમાધિમાં જે પરમતત્ત્વ આનંદસહિત
અનુભવાય છે, તે જ આત્મા છે. આવા પરમ તત્ત્વને
આ પરમાત્મ–પ્રકાશનાં પ્રવચનો પ્રગટ દેખાડે છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા છે તે દેહાતીત છે. તેને દેહ નથી, દેહસંંબંધી સ્ત્રી–પુત્રાદિ તેને નથી,
બંધુ–બાંધવ તેને નથી, રોગ તેને નથી, લક્ષ્મી વગેરે તેને નથી, કાળો–ધોળો–રાતો વગેરે
રંગ તેને નથી, મનુષ્યપણું વગેરે ચારગતિ તેને નથી; ક્ષત્રિય–વણિક–બ્રાહ્મણ વગેરે જાતિ
પંડિતપણું, મૂર્ખપણું, શિષ્યપણું, ગુરુપણું વગેરે પણ તેના સ્વભાવમાં નથી. ભાઈ, અન્ય
સમસ્ત દ્રવ્યો તો તું નથી, ને અંદર પુણ્ય–પાપના વિકૃતભાવો તે પણ તું નથી.
આત્મા તો જ્ઞાન છે, આત્મા દર્શન છે, આત્મા સંયમ છે, આત્મા આનંદ છે.
અનુભવાય છે તે જ આત્મા છે. સ્વાનુભૂતિમાં જેટલું તત્ત્વ આવ્યું તેટલો જ આત્મા છે.
પરમ સ્વભાવી આ આત્મા નિર્વિકલ્પ અનુભવમાં પ્રગટ થાય છે. એ સિવાય બીજા કોઈ
પરદ્રવ્યમાં કે પરભાવમાં આ પરમસ્વભાવી પરમાત્મા પ્રગટતો નથી.
ચારિત્રમાં જે અધિક હોય તેનો મહિમા તને ન આવ્યો ને લક્ષ્મી વગેરેમાં અધિકનો
મહિમા તને આવ્યો તો તેં આત્માને લક્ષ્મીવાળો–જડ માન્યો છે, જ્ઞાનસ્વરૂપ આત્માને તેં
જાણ્યો નથી. રાગથી ને પુણ્યથી પણ આત્માની