Atmadharma magazine - Ank 256
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 29

background image
: મહા : : ૧૯ :
મોટાઈ નથી, ત્યાં બહારના પદાર્થો તો કયાંય દૂર રહ્યા. સ્વાનુભૂતિથી તારા જ્ઞાન–દર્શન–
આનંદસ્વરૂપ આત્માને તું જાણ. આ રીતે સ્વાનુભવથી આત્માને જાણનારા અંતરાત્મા
પોતાના સ્વભાવ સિવાય બીજે કયાંય પણ પોતાના આત્માને જોડતા નથી, અથવા
બીજે કયાંય ‘આ હું છું’ એવી આત્મબુદ્ધિ તેમને થતી નથી; ચૈતન્યસ્વભાવપણે જ
પોતાના આત્માને ભાવે છે–અનુભવે છે.
ચેતનભાવ જ આત્મા છે, ચેતનભાવ સિવાય બીજા કોઈ પુણ્ય–પાપ વગેરે ભાવો
આત્મા નથી. चेतनरुप अनूप अमूरत.... આત્મા સદાય ચેતનસ્વરૂપ છે; ઉપયોગરૂપ
શુદ્ધભાવમાં જ આત્મા છે, વિકારમાં આત્મા નથી. ધર્મી પોતાના આત્માને ઉપયોગસ્વરૂપ
જ અનુભવે છે, એ અનુભવમાં રાગ નથી, રાગ અને પુણ્ય–પાપ તો અનુભવથી બહાર
જુદા જ છે. જગતથી જુદો આવો આત્મા સ્વાનુભૂતિથી જ ગમ્ય થાય તેવો છે.
સ્વસંવેદનજ્ઞાનથી ધર્મી જાણે છે કે મારો આત્મા જ્ઞાન–દર્શન–સંયમરૂપ છે, મારો
આત્મા મોક્ષસ્વરૂપ છે. વિકારસ્વરૂપ મારો આત્મા નથી, કર્મબંધવાળો મારો આત્મા
નથી. દર્શન–જ્ઞાન ચારિત્ર–મોક્ષ વગેરે નિર્મળભાવો મારો આત્મા જ છે, મારા આત્માથી
બહાર કયાંય મારા દર્શન–જ્ઞાન–ચારિત્ર નથી. મારા દર્શન–જ્ઞાન–ચારિત્રમાં મારો
શુદ્ધઆત્મા જ છે, મારા દર્શન–જ્ઞાન–ચારિત્રમાં રાગ નથી, ને રાગમાં મારા દર્શન–જ્ઞાન–
ચારિત્ર નથી. આવા આત્માને ધર્મી અનુભવે છે. આ રીતે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર ને
મોક્ષસુખરૂપ નિર્મળભાવે પરિણમતો શુદ્ધઆત્મા જ ઉપાદેય છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર
સંબંધી જે વિકલ્પ છે તે શુદ્ધાત્માથી બાહ્ય છે; વિકલ્પ તે આત્માનું અંતરનું અંગ નથી
પણ બર્હિઅંગ છે; શુદ્ધ ચૈતન્યથી એ વિકલ્પની જાત જુદી છે. જો કે શુદ્ધ પરિણતિ સાથે
સહકારીપણે જે શુભવિકલ્પો અને તેનું ફળ છે તે પણ લોકોત્તર હોય છે, બીજા કરતાં
ઊંચા પ્રકારના હોય છે; છતાં શુદ્ધપરિણતિથી તો તે બાહ્ય જ છે. શુદ્ધપરિણતિ તો
નિશ્ચયથી આત્મા છે, વિકલ્પ અને પુણ્ય તે નિશ્ચયથી આત્મા નથી.
નિશ્ચય સમ્યગ્દર્શન વગર જે મોક્ષમાર્ગનું અસ્તિત્વ માને તેને જૈનધર્મના માર્ગની
ખબર નથી. નિશ્ચય સમ્યકત્વાદિ આઠમા ગુણસ્થાનથી હોય ને નીચે ન હોય–એમ કોઈ
કહે, એનો અર્થ એ થયો કે, કાં તો આઠમાથી નીચેનાં ગુણસ્થાને મોક્ષમાર્ગ જ નથી,
અથવા તો નિશ્ચય સમ્યકત્વાદિ વગર જ મોક્ષમાર્ગ છે. પરંતુ તે બંને વાત ખોટી છે.
મોક્ષમાર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી જ થઈ જાય છે, અને ચોથા ગુણસ્થાનથી જ
નિશ્ચય સમ્યકત્વ હોય છે. જ્યાં નિશ્ચય સમ્યકત્વ ન હોય ત્યાં મોક્ષમાર્ગની શરૂઆત હોઈ
શકે નહિ. અને જો ચોથા–પાંચમા ગુણસ્થાને નિશ્ચય ન હોય તો શું ત્યાં એકાન્ત
વ્યવહાર છે? એકાન્ત વ્યવહાર એ તો મિથ્યા જ છે. માટે નિશ્ચય સમ્યગ્દર્શનપૂર્વક એટલે
કે સ્વાનુભવ સહિત શુદ્ધાત્માની પ્રતીતપૂર્વક જ મોક્ષમાર્ગ થાય છે, એનાથી જ
અંતરાત્મપણું પ્રગટે છે. જ્યાં સુધી