જીવને આવું નિશ્ચય સમ્યકત્વ ન હોય ત્યાં સુધી તે બહિરાત્મા છે. અને ચોથા ગુણસ્થાને
નિશ્ચય સમ્યકત્વ જે ન માને તે પણ એકાન્ત વ્યવહારમાં લીન બહિરાત્મા જ છે–એમ જાણવું.
આત્માનો સ્વભાવ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે, તે સ્વભાવરૂપ થયેલો ભાવ (એટલે કે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ થયેલો નિર્મળભાવ) તે જ મોક્ષમાર્ગ છે; પણ તેનાથી
વિરુદ્ધ મિથ્યાત્વાદિ મલિનભાવો તે માર્ગ નથી; જેમ મિથ્યાત્વ તે માર્ગ નથી, અજ્ઞાન તે
માર્ગ નથી તેમ રાગ તે પણ માર્ગ નથી. કેમકે તે ભાવો આત્માના સ્વભાવરૂપ નથી, તે
ખરેખર આત્મારૂપ નથી પણ અનાત્મારૂપ છે. આત્માના સ્વભાવની સાથે જેની જાત
મળે નહિ તે મોક્ષમાર્ગ કેમ હોય? આત્માને સાધે તે પરિણામ આત્મારૂપ હોય,
અનાત્મારૂપ ન હોય. આ રીતે શુદ્ધઆત્મા જ મોક્ષમાર્ગમાં ઉપાદેય છે. શુદ્ધઆત્માને
ઉપાદેય કરનાર જ મોક્ષને સાધે છે, બીજા કોઈ મોક્ષને સાધતા નથી. રાગનો આદર
આનંદધામમાં જ છે. રાગ તો આકુળતાનું ધામ છે. તે કાંઈ આનંદનું ધામ નથી, તેથી
તેમાં મોક્ષમાર્ગ નથી. મોક્ષ આનંદસ્વરૂપ અને તેનો માર્ગ પણ આનંદસ્વરૂપ છે; એમાં
આકુળતાનું સ્થાન નથી, એમાં રાગનું સ્થાન નથી. રાગ રાગમાં રહ્યો પણ મોક્ષમાર્ગમાં
નથી. જે ભાવ મોક્ષમાર્ગરૂપ છે તેમાં રાગનો અભાવ છે,
પરમ મહત્ત્વ છે તેને ભૂલી જાય છે.
છે ને તે જ આરાધવાયોગ્ય છે. આવા સ્વદ્રવ્યની જ તું આરાધના કર એવો ઉપદેશ છે.
બહારના દેવ–ગુરુ ને સમ્મેદશિખરજી વગેરે મહા તીર્થ તેની ભક્તિ–ઉપાસના તે વ્યવહાર
છે, તે શુભરાગ છે, ને અંદરમાં પોતાના ચિદાનંદસ્વભાવની જ દેવ–ગુરુ ને તીર્થપણે
ઉપાસના તે નિશ્ચય છે. વીતરાગ–નિર્વિકલ્પ દશામાં તો સ્વશુદ્ધાત્મા જ એક પરમ
આદરણીય છે; સવિકલ્પકાળે, વીતરાગીસર્વજ્ઞદેવ, નિર્ગ્રંથ મુનિરાજ ગુરુ અને
સિદ્ધક્ષેત્રાદિક તીર્થો તે આરાધનાયોગ્ય છે, એવો વ્યવહાર છે.
શુદ્ધસ્વાત્મતીર્થ કરતાં બીજું કોઈ મોટું તીર્થ નથી. જગતમાં બીજા જે તીર્થો બન્યા (ગીરનાર