Atmadharma magazine - Ank 256
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 29

background image
: મહા : : ૨૧ :
વગેરે) તે પણ શુદ્ધાત્માના આરાધક જીવોના પ્રતાપે જ બન્યા છે. શુદ્ધાત્માથી મોટો બીજો
કોઈ દેવ કે ગુરુ નથી. દેવ પોતે પણ શુદ્ધાત્માને પામેલા છે ને ગુરુ પણ શુદ્ધાત્માના જ
સાધક છે. માટે શુદ્ધ આત્મા તે જ પરમાર્થ ઉપાદેય છે. દેવ–ગુરુ પણ એ શુદ્ધાત્માને
ઉપાદેય કરવાનો જ ઉપદેશ આપે છે. જેણે અંતરમાં શુદ્ધાત્માને નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રથી ઉપાદેય કર્યો છે તેને તેની સાથે સવિકલ્પદશા વખતે જે દેવ–ગુરુ તીર્થની
ઉપાસના વગેરેનો શુભભાવ છે તે પણ એવો છે કે તે મોક્ષનું જ પરંપરા કારણ થશે,
એટલે વચ્ચે ભંગ પડયા વિના તે વીતરાગ થશે અને ત્યારે શુભરાગ છૂટી જશે. એટલે
નિશ્ચય માર્ગની અપ્રતિહત આરાધના રાખીને વચ્ચે જ્ઞાનીને વ્યવહાર આવે છે, એવી
નિશ્ચય–વ્યવહારની શૈલિ વર્ણવી છે. સવિકલ્પદશામાં દેવ–ગુરુ–તીર્થની સેવા–ભક્તિ–પૂજા
વગેરેનો જે વ્યવહાર છે તેને સર્વથા ન સ્વીકારે તો એકાન્ત નિશ્ચયાભાસી જેવું થઈ જાય.
તેમજ એકલા વ્યવહારમાં જ રોકાઈને તેમાં જ સર્વસ્વ ધર્મ માની લ્યે ને સ્વભાવને ભૂલી
જાય તો તેને અહીં સમજાવે છે કે ભાઈ! તારા દર્શનજ્ઞાનચારિત્ર તો સ્વદ્રવ્ય છે,
પરદ્રવ્યમાં કાંઈ તારા દર્શન–જ્ઞાન–ચારિત્ર નથી; માટે સ્વદ્રવ્યનું જ તું સેવન કર, ને
પરદ્રવ્યના સેવનમાં ન જા. સ્વદ્રવ્યના સેવનથી જ તને સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રરૂપ
મોક્ષમાર્ગ પ્રગટશે. પરદ્રવ્યને સેવવા જઈશ તો રાગ થશે પણ મોક્ષમાર્ગ નહિ થાય.
ધ્યાન કરવાયોગ્ય શુદ્ધાત્મા કે જે ત્રણલોકનો સાર છે, તે જ સમ્યગ્દર્શન છે, તે
શુદ્ધઆત્માથી ભિન્ન બીજું કોઈ સમ્યગ્દર્શન નથી. શુદ્ધસ્વભાવથી ભિન્ન એવો રાગભાવ
તે સમ્યગ્દર્શન નથી. શુદ્ધસ્વભાવ જે ધ્યેયરૂપ છે તેનાથી ભિન્ન બીજા બધા ભાવો તે
વ્યવહાર છે, એટલે તે ખરેખર સમ્યગ્દર્શનાદિ નથી, કેમકે સમ્યગ્દર્શન તો શુદ્ધઆત્મા છે.
અને તે ત્રણ લોકમાં સાર છે. શું રાગ ત્રણલોકમાં ઉત્તમ છે? ના; અહીં તો કહે છે કે
રાગ તે આત્મા જ નથી. રાગ તો આસ્રવ તત્ત્વ છે, શુદ્ધઆત્મતત્ત્વ તો રાગ વગરનું છે,
જ્ઞાનાદિ સ્વભાવથી ભરેલું છે.
આત્માનો નિશ્ચય તે સમ્યગ્દર્શન છે, આત્માનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે, આત્મામાં
નિશ્ચલતા તે સમ્યક્ચારિત્ર છે. આવા જે આત્માથી અભેદ નિશ્ચય રત્નત્રય તે જ
સાક્ષાત્ મોક્ષકારણ છે. આવા રત્નત્રય આત્મામાં જ સમાય છે, આત્માથી ભિન્ન બીજે
કયાંય રત્નત્રય નથી. રત્નત્રય તો મોક્ષનું કારણ છે, તે બંધનું કારણ નથી, અને રાગાદિ
વ્યવહાર તો બંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. શુદ્ધ રત્નત્રયરૂપ જે આત્મા તે જ
ઉત્તમ–સારભૂત ને ધ્યેરૂપ છે. એને ધ્યાવતાં એકક્ષણમાં જીવ ભવનો પાર પામી જાય છે.
સ્વાનુભૂતિમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે અનેક નિર્મળભાવો અભેદપણે
સ્વાદમાં–અનુભવમાં આવે છે. જેમ પીણામાં અનેક રસનો સ્વાદ ભેગો છે તેમ
સ્વાનુભૂતિમાં આત્માના સર્વગુણોનો એકરસ સ્વાદ છે, પણ વિકારનો સ્વાદ એમાં ભેગો
નથી. આવા ચૈતન્યને નિશ્ચલ–