Atmadharma magazine - Ank 256
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 29

background image
: ૨૪ : : મહા :
કે પુણ્ય–પાપ નષ્ટ થાય છે. માટે સ્વભાવના અવલંબને જેનો નાશ થાય છે તે મારો
સ્વભાવ નથી, માટે તે પરભાવો મારે આદરણીય નથી. મારે શ્રદ્ધામાં–જ્ઞાનમાં ધ્યાનમાં
સર્વત્ર મારો એક જ્ઞાનસ્વભાવ જ આદરણીય છે. આથી વિરુદ્ધ બીજા કોઈ ભાવને
આદરણીય માને તેને શુદ્ધાત્માનું ધ્યાન થાય નહિ. સમ્યકત્વની રીત આ છે કે આવા
શુદ્ધાત્માને ધ્યાનમાં ધ્યાવીને પ્રતીતમાં લેવો. પછી સમ્યક્ ચારિત્રની રીત પણ આ છે કે
આવા શુદ્ધાત્માને ઉપયોગમાં લઈને તેમાં સ્થિર થવું. અભેદ રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગ,
તેમાં આ શુદ્ધઆત્મા જ ઉપાદેય છે. રાગને ઉપાદેય કરીને મોક્ષમાર્ગ કોઈ જીવ પામી
જાય–એમ બનતું નથી. અનંત ચતુષ્ટયરૂપ જે અરિહંત દશા, તે ‘કાર્યસમયસાર’ છે, ને
તેના સાધક જે અભેદરત્નત્રય, તે ‘કારણ સમયસાર’ છે; એટલે કેવળજ્ઞાનરૂપ
શુદ્ધકાર્યનું કારણ તો શુદ્ધ–અભેદરત્નત્રય જ છે, બીજું કોઈ તેનું કારણ નથી.
અહા, ચૈતન્યનો અચિંત્ય પ્રભાવ છે, ચૈતન્યરત્નના એ અચિંત્ય પ્રભાવને અભેદ
રત્નત્રય જ ઝીલી શકે; ચૈતન્યના અચિંત્ય પ્રભાવને રાગ ઝીલી ન શકે, રાગવડે તે
અનુભવમાં ન આવે. માટે કહે છે કે હે ભવ્ય! તું તો જગતપ્રકાશી ચૈતન્યસૂર્ય છો, તારા
પ્રતાપમાં વળી વિકાર કેવો? પ્રકાશના પૂંજમાં અંધકાર કેવો? એમ જ્ઞાનપૂંજમાં વળી
અજ્ઞાન કેવું ને વિકાર કેવો? માટે સર્વે પરભાવોથી રહિત એવા શુદ્ધ ચૈતન્યપૂંજને
ઓળખીને એને જ ધ્યાનમાં ચિંતવ. આત્મચિંતનરૂપ શુદ્ધોપયોગમાં સમ્યગ્દર્શન–જ્ઞાન
ચારિત્ર સમાઈ જાય છે, તે અતીન્દ્રિય આનંદથી ભરપૂર છે. આવા આત્માને ધ્યાન વડે
જે ઉપાદેય કરે તેને જ મોક્ષમાર્ગ થાય છે. એથી બીજે કયાંય શોધે તેને મોક્ષમાર્ગ મળે
નહિ.
અરે જીવ! તારો સ્વભાવ તો જો! જેનું નામ લેતાં પણ આનંદ થાય એના
અનુભવની તો શી વાત? આવા મહિમાવંત તારા શુદ્ધાત્માને તું કેમ ભૂલ્યો? તારા
ચૈતન્યરત્નને તું વિકારની ધૂળમાં રોળી રહ્યો છે. સંસારના કાદવમાં તું તારા
ચૈતન્યરત્નને રગદોળી રહ્યો છે. શુદ્ધદ્રષ્ટિ વડે તારા ભિન્ન–નિર્મળ ચૈતન્યરત્નને એકવાર
દેખ, તો એ ચૈતન્યરત્નમાંથી મોક્ષમાર્ગનાં કિરણ ફૂટશે; વિકારરૂપ મેલ એ ચૈતન્યરત્નના
અંદરના ભાગમાં પ્રવેશી ગયો નથી.
અતીન્દ્રિય આનંદ સાથે તન્મય એવા આત્મસ્વભાવને જેણે ઉપાદેય કર્યો છે તે
સમ્યગ્દ્રષ્ટિ છે. તે સમ્યગ્દ્રષ્ટિ કેવો છે! કે પોતાને પોતાથી જ જાણે છે. આત્મા આત્મા
વડે જ જણાય છે, બીજા કોઈ વડે જણાતો નથી. જેણે અંતર્મુખ થઈને શુદ્ધાત્માને ઉપાદેય
કર્યો તે જીવ નિયમથી નિકટભવ્ય છે. ભાઈ, તું પહેલાં નક્ક્ી કર કે સુખને માટે મારે
મારો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, રાગાદિ કોઈ પર ભાવ મારે ઉપાદેય નથી.–આમ શ્રદ્ધા
અને જ્ઞાન ચોખ્ખા કર તો તને રાગ વગરનું વીતરાગી સંવેદન પ્રગટે.