: ફાગણ : આત્મધર્મ : 7A :
વાંચીને પં. બનારસીદાસજી પણ પ્રભાવિત થયા હતા; તેઓ લખે છે કે–
पांडे राजमल्ल जिनधर्मी समयसार–नाटकके मर्मी।
तिन्हें ग्रन्थकी टीका कीन्हीं बालबोध सुगम करि दोन्ही।।
આ કળશટીકાની અધ્યાત્મશૈલિથી પ્રભાવિત થઈને, બનારસીદાસજી બીજા
અનેક સાધર્મીઓ સાથે તેની સ્વાધ્યાય કરતા, અને તેના ઉપરથી તેમણે ‘સમયસાર
નાટક’ ની રચના કરી છે. સમયસાર નાટક તો પ્રસિદ્ધ હતું પણ આ કળશટીકાની
પ્રસિદ્ધિ ઓછી હતી, તે હવે પ્રસિદ્ધિમાં આવી છે.
મંગળાચરણરૂપે ‘સમયસાર’ ને નમસ્કાર કર્યા છે. જગતમાં પદાર્થો તો અનંત
છે, ને સૌ પોતપોતાના ગુણ–પર્યાયના વૈભવસહિત બિરાજમાન છે, સ્વાધીન છે, કોઈ
બીજાને આધીન નથી, તો પછી તેમાં જીવપદાર્થને જ સાર કેમ કહ્યો? તો કહે છે કે
જીવમાં બે વિશેષણોની વિશેષતા છે–એક તો શુદ્ધાત્મપરિણમનરૂપ અતીન્દ્રિય સુખ
જીવને જ છે. જગતના બીજા કોઈ પદાર્થમાં એ સુખ નથી, માટે જીવ સારભૂત છે. સાર
કહો કે સુખ કહો, એવી સુખદશા જેને પ્રગટી છે તે જીવ જગતમાં સારભૂત છે, તેથી તેને
નમસ્કાર કર્યા–એક તો આ સુખની વિશેષતા. स्वानुभूत्या चकासते એમ કહીને આ
અતીન્દ્રિય સુખમય શુદ્ધાત્મપરિણમન બતાવ્યું છે. એવા અતીન્દ્રિયસુખની અનુભૂતિના
પરિણમનથી પ્રકાશતો આત્મા સારભૂત છે, તેને નમસ્કાર હો.
એક વિશેષણ તો સ્વાનુભૂતિરૂપ અતીન્દ્રિય–સુખનું પરિણમન છે તે બતાવ્યું.
બીજું વિશેષણ ‘જ્ઞાન સામર્થ્યદ્વારા બતાવે છે. એક સમયમાં એક સાથે સમસ્ત પદાર્થોને
પ્રત્યક્ષ જાણી લ્યે છે એવી તાકાત આ શુદ્ધ આત્મામાં જ ખીલી છે, જગતના બીજા કોઈ
પદાર્થમાં એવી તાકાત નથી, તેથી જીવને સારપણું છે, શ્રેષ્ઠપણું છે. તેથી આવો
શુદ્ધઆત્મા સારભૂત અને હિતકારી હોવાથી નમસ્કાર કરવા યોગ્ય છે.
સાર એટલે સારૂં, હિત, સુખ, ઉત્તમ, શ્રેષ્ઠ. અસાર એટલે અહિત, દુઃખ;
આત્મા પોતે સ્વાનુભૂતિથી અતીન્દ્રિય જ્ઞાન ને સુખરૂપે પરિણમ્યો તે જ જગતમાં
સારરૂપ, હિતરૂપ, સુખરૂપ છે, તે જ શ્રેષ્ઠ અને વંદનીય છે; બહારના પદાર્થોવડે આત્માની
શ્રેષ્ઠતા નથી. જ્યાં ચૈતન્ય પોતે સ્વાનુભવથી શોભી ઊઠ્યો ત્યાં બીજી કઈ વસ્તુથી તેની
શોભા છે? જુઓને, તીર્થંકરોનું શરીર વસ્ત્ર વગર જ કેવું શોભે છે!! એવું પવિત્ર શરીર કે
જોનારને તેમાં પોતાના સાતભાવ (આગલા–પાછલા) દેખાય. તો આ ચૈતન્યદર્પણનું દિવ્ય
ચૈતન્ય તેજ–જેમાં જગતના સમસ્ત પદાર્થો એક સાથે ઝળકે ને જે અતીન્દ્રયઆનંદથી
સ્વાનુભૂતિમાં જ મગ્ન રહે. એવા ચૈતન્યસમયસાર– શુદ્ધઆત્માની શોભાની શી વાત?
માટે આવો ચેતન્યપદાર્થ આત્મા જ સર્વ પદાર્થોમાં શ્રેષ્ઠ–સારભૂત છે.
જુઓ, જગતમાં છ દ્રવ્યો; તેમાં પાંચ તો અજીવ છે. તે અજીવ પદાર્થોમાં જ્ઞાન
નથી, સુખ પણ નથી, તે અજીવને જાણતાં જાણનારને પણ સુખ નથી. સુખ તો
સ્વાનુભૂતિમાં છે. એકલા પરપ્રકાશકપણામાં સુખ નથી. શુદ્ધજીવ પોતે સુખ છે, જ્ઞાનરૂપ
છે, અને તેને જાણતાં જાણનારને પણ અતીન્દ્રિય