Atmadharma magazine - Ank 257
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 37

background image
: ફાગણ : આત્મધર્મ : ૩ :
પ્રભુતાને પ્રસિદ્ધ કરતા હશે ને ભરતક્ષેત્રમાં વિચરતા હશે–ત્યારે તો જાણે સિદ્ધ ભગવાન
ઉપરથી ઊતર્યા! એવો એમનો દેદાર હશે.
(૪૦) સિદ્ધ પ્રભુજી....આવો દિલમેં......
શરૂઆતમાં જ આત્માના આંગણે સિદ્ધ પ્રભુને પધરાવીને આ સમયસાર શરૂ
કર્યું છે. અમારા અને શ્રોતાના બધાયના આત્મામાં સિદ્ધપ્રભુને બેસાડયા છે....જ્યાં સિદ્ધ
પ્રભુને બેસાડયા ત્યાં રાગ કેમ રહી શકે? માટે કાઢી નાંખ રાગને લક્ષમાંથી, ને સિદ્ધ
જેવા સ્વભાવને લક્ષમાં લે. શ્રોતા પણ એવો છે કે આદરથી આ વાત સાંભળવા આવ્યો
છે એટલે આચાર્યદેવ જે વાત સમજાવે છે તે આદરપૂર્વક સ્વીકારે છે. ભાઈ, તારા
આંગણામાં સિદ્ધ ભગવાનને પધરાવવા છે, તો જ્યાં સિદ્ધભગવાન પધારે એ આંગણું
કેવડું હોય? રાગના ટૂંકા આંગણામાં સિદ્ધભગવાન નહિ રહે; માટે રાગનું લક્ષ છોડી
ચિદાનંદ સ્વભાવને લક્ષમાં લઈને તારું આંગણું એવું વિશાળ કર કે અહો! જેટલી
સિદ્ધભગવાનની શક્તિ એટલી જ શક્તિ મારા સ્વભાવમાં. આમ સ્વભાવનો ઉલ્લાસ
લાવી, જ્ઞાનને ચોકખું (રાગ વગરનું) કરીને તેમાં તારા અંતરમાં અનંતા
સિદ્ધભગવંતોને પધરાવ. જે જ્ઞાન અનંત સિદ્ધોનો સ્વીકાર કરીને પરિણમ્યું તે જ્ઞાન
સિદ્ધદશા તરફ પરિણમે છે. જે શ્રદ્ધાએ અનંત સિદ્ધોનો સ્વીકાર કર્યો તે શ્રદ્ધા પણ
સિદ્ધપદ તરફ પરિણમવા માંડી; એણે આત્મામાં સિદ્ધને સ્થાપી રાખ્યા છે, એનો આત્મા
જાગી ઊઠ્યો છે, હવે જ્યાં સિદ્ધપદનું ટાણું આવશે કે ફડાક ચૈતન્યમાં લીન થઈને
સિદ્ધપદ પ્રગટ કરશે શ્રદ્ધા–જ્ઞાનમાં તો અત્યારથી લઈ લીધું છે.
(૪૧) આત્મા જાગી ઊઠે છે
અહા, સિદ્ધપદની આ વાત સાંભળતા જ આત્મા જાગી ઊઠે છે. અરે, આઠ
વર્ષની બાલિકા પણ જાગી ઊઠે એવી આ વાત છે. આચાર્યદેવે સમયસારની શરૂઆત જ
કોઈ અલૌકિક રીતે કરી છે. અરે, સિદ્ધપદને યાદ કરીને તું આ સમયસાર સાંભળજે.
રાગને ભૂલી જા.....સંસારને ભૂલી જા....સિદ્ધપદને આત્મામાં સ્થાપીને ચાલ્યો આવ
સિદ્ધિના માર્ગે! સિદ્ધને આત્મામાં સ્થાપીને સિદ્ધપદને સાધવા નીકળ્‌યો તેના માર્ગમાં
કોઈ વિઘ્ન નથી. સિદ્ધને અંતરમાં રાખીને, અને સિદ્ધમાં ન હોય એવા ભાવને
અંતરમાંથી દૂર કરીને તે સાધક નિર્વિઘ્નપણે–અપ્રતિહતપણે સિદ્ધપદને સાધશે.
(૪૨) જેવી શક્તિ તેવી જ તેની વ્યક્તિ
સર્વજ્ઞતા કહો કે મોક્ષ કહો, એ સર્વજ્ઞતાનો કર્તા કોણ? સર્વજ્ઞત્વ શક્તિવાળો
ખરેખર અલ્પજ્ઞતાની કર્તા નથી, સર્વજ્ઞશક્તિ તો સર્વજ્ઞતાની જ કર્તા છે. સર્વજ્ઞતાની
વ્યક્તિ એ જ સર્વજ્ઞત્વ–શક્તિનું ખરૂં કાર્ય છે. શક્તિનું કાર્ય શક્તિથી વિરુદ્ધ ન હોય. જે
પૂર્ણ પર્યાયરૂપ વ્યક્તિ તેનું કારણ તે શક્તિ જ છે, અથવા શક્તિ સાથે અભેદ એવો
આત્મા જ કર્તા છે, અને તે કર્તાને સર્વજ્ઞતારૂપ કાર્ય કરવાના કારકો પણ આત્મામાં જ