: ૪ : આત્મધર્મ : ફાગણ :
છે. એકેક શક્તિમાં છએ કારકની સ્વાધીનતા છે.
(૪૩) જ્ઞાનસ્વભાવ
સામે લોકાલોક છે તો અહીં સર્વજ્ઞતા છે એમ નથી. સર્વજ્ઞતા છે તે પોતાથી છે
અને તે આત્મજ્ઞાનમયી છે; આત્મસન્મુખ રહીને તે લોકાલોકને જાણે છે. સર્વજ્ઞસ્વભાવી
આત્માના જ્ઞાનમાં સર્વજ્ઞતા ખીલી જાય છે; આત્મસન્મુખતાથી સર્વજ્ઞતા ખીલે છે,
પરસન્મુખતાથી સર્વજ્ઞતા ખીલતી નથી. વળી જ્ઞાનમાં કાંઈ એવા બે ભાગ નથી કે એક
ભાગ સ્વને જાણે ને બીજો ભાગ પરને જાણે. પરને જાણે અને સ્વને જાણે પણ બંનેને
જાણનાર જ્ઞાન તો એક જ છે, કાંઈ બે જ્ઞાન જુદા નથી. એક જ જ્ઞાનનું એવું સામર્થ્ય
ખીલી ગયું છે કે સ્વસન્મુખ રહીને સ્વ–પરને જાણે છે. સ્વમાં તન્મય રહીને જ્ઞાન સ્વ–
પરને જાણે છે. જ્ઞાન સ્વપણે રહીને પરને જાણે છે, પરને જાણતાં કાંઈ તે પરરૂપ થઈ
જતું નથી. પરનું જ્ઞાન તે કાંઈ પર નથી જ્ઞાન તો સ્વ છે. એનો નિર્ણય કરીને સ્વસન્મુખ
પરિણમતાં જ્ઞાનનો વિકાસ સર્વજ્ઞતારૂપે ખીલી જાય છે.
(૪૩) આત્માનું ખરૂં કામ–સર્વજ્ઞતા ને વીતરાગતા
એ સ્વ–જ્ઞાનનો (–જ્ઞાનસ્વભાવી આત્માનો) નિર્ણય કરીને જ્ઞાન જ્યાં જ્ઞાનપણે
પોતામાં જ રહ્યું ત્યાં તે જ્ઞાનમાં રાગાદિ ક્્યાં છે? જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થતાં વીતરાગતા
થઈ, જ્યાં વીતરાગતા થઈ ત્યાં હવે બીજું શું કરવાનું છે? લોકોને રાગનાં કાર્ય દેખાય
છે, પણ વીતરાગતા એ તો જાણે કાંઈ કાર્ય જ ન હોય–એમ અજ્ઞાનીને લાગે છે. ભાઈ,
આત્માના હિતને માટે કરવાયોગ્ય તો સર્વજ્ઞતા ને વીતરાગતા છે. સર્વજ્ઞતા ને
વીતરાગતા એ જ આત્માનું ખરૂં કર્તવ્ય છે. ચૈતન્યમાં સર્વજ્ઞતા ને વીતરાગતા કેમ પ્રગટ
કરવી તેની રીત શાસ્ત્રોએ બતાવી છે. ચૈતન્યશક્તિમાં નિધાન અપાર છે, તેની કોઈ
મર્યાદા નથી, એના સામર્થ્યનો પાર નથી.
(૪૪) આશ્ચર્ય ઉપજાવે તેવી અનંતશક્તિ
આશ્ચર્ય ઉપજાવે એવું અચિંત્ય સામર્થ્ય એકેક શક્તિમાં ભર્યું છે, ને એવી
અનંતશક્તિ આત્મામાં છે. એટલી બધી અનંત શક્તિઓ છે કે સંખ્યાથી જેની ગણતરી
નથી, વચનથી જેનો પાર નથી આવતો; અસંખ્ય અબજો વર્ષો સુધી કોઈ માણસ કે દેવ
ઝડપભેર એક–બે–ત્રણ–ચાર–પાંચ....એમ ગણ્યા કરે તોપણ આત્માની અપાર
શક્તિઓનો અનંતમો ભાગ પણ તે ગણતરીમાં આવી શકે નહિ; વિકલ્પથી પણ એનો
પાર ન પમાય; પણ અંતમુર્ખ થઈને અભેદ આત્માનો જ્યાં સ્વાનુભવ કરે ત્યાં તે
સ્વાનુભવમાં અનંતી શક્તિઓ એક સાથે સમાઈ જાય છે. અનંતી શક્તિઓ એકરસ
થઈને એક ક્ષણમાં અનુભવમાં આવી જાય છે. ‘ગણી ગણાય નહિ પણ અનુભવમાં
સમાય’ એવી અનંતશક્તિનો પિંડ આ આત્મા છે.
(૪પ) એક સમયમાં પૂર્ણ નિધાન
જેમાંથી સર્વજ્ઞતા–વીતરાગતા–આનંદ–પ્રભુતા વગેરે પ્રગટે એવા અપાર નિધાન
ચૈતન્યશક્તિમાં ભર્યા છે, અંતમુર્ખ અવલોકનથી તે નિધાન