: ૬: આત્મધર્મ :ફાગણ:
તેના વડે શુદ્ધઆત્મા સાધ્ય એમ બનતું નથી કેમકે બંનેની જાત જુદી છે. વિકાર સાધન અને
બંધન સાધ્ય; નિર્મળપર્યાય સાધન અને શુદ્ધાત્મા સાધ્ય–એ બંનેની જાત એક જ છે.
(૪૯) દ્રવ્ય–ગુણ–પર્યાયને ક્ષેત્રભેદ નથી
આત્મદ્રવ્ય, તેનો દરેક ગુણ અને તેની પ્રત્યેક પર્યાય–એ બધાનું ક્ષેત્ર એક જ છે,
ક્ષેત્રથી જરાય ભેદ નથી. કાળથી દ્રવ્ય અનાદિ અનંત, તેના ગુણો અનાદિઅનંત, અને
પર્યાય એક સમયપૂરતી–એટલો ભેદ છે. પણ નિર્મળપર્યાય તે તે કાળે તો સ્વભાવ સાથે
અભેદ પરિણમેલી છે.
(પ૦) પ્રત્યક્ષ સ્વસંવેદન એ જ મોક્ષનો રાહ
આત્મામાં સ્વયં પ્રકાશમાન સ્પષ્ટ સ્વસંવેદનમયી શક્તિ છે એટલે આત્માના
સ્વભાવનું સ્વસંવેદન સ્વયં પોતાથી (–રાગ વગર વિકલ્પ–વગર–ઈન્દ્રિયો વગર)
અત્યંત સ્પષ્ટ પ્રકાશે છે. આવા આત્મસ્વભાવનું માહાત્મ્ય આવે તો જ તેમાં અંર્તવલણ
થાય ને તો જ મોક્ષના રાહ પ્રગટે. મોક્ષના રાહ કહો કે સુખના રાહ કહો, તે પ્રગટવાનું
સ્થાન તો પોતાના આત્મામાં જ છે, આત્માનું સંવેદન રાગ વડે તો ન થાય. ઈન્દ્રિય
તરફના પરોક્ષજ્ઞાન વડે પણ આત્માનું સંવેદન ન થાય, આત્માનું સંવેદન તો પ્રત્યક્ષ–
સ્વયં પોતાથી જ અત્યંત સ્પષ્ટ થાય છે. જુઓ, આવું સ્વસંવેદન તે ધર્મ છે ને તે
મોક્ષમાર્ગ છે; અને દરેક આત્મામાં આવું સ્પષ્ટ–સ્વસંવેદન કરવાની તાકાત છે.
स्वानुभूत्या चकासते એમ કહો કે ‘સ્વયં પ્રકાશમાન’ કહો, સ્વયં એટલે પોતાની
સ્વાનુભૂતિવડે આત્મા પ્રકાશમાન થાય છે, અનુભવમાં આવે છે. રાગના પ્રકાશન વડે
ચૈતન્યનું પ્રકાશન થતું નથી. ચૈતન્યનું પ્રકાશન ચૈતન્યની પોતાની નિર્મળ પરિણતિ વડે
થાય છે, બહિર્મુખ પરિણતિવડે ચૈતન્યનું પ્રકાશન થાય નહીં. અહો, “સ્વાનુભૂતિ” થી જ
આત્માનું પ્રકાશન કહ્યું તેમાં વ્યવહારનું અવલંબન કયાં આવ્યું? અરે, તારી
સ્વાનુભૂતિમાં તારે નથી જોઈતા અન્ન ને પાણી, કે નથી જોઈતા મન ને વાણી! કે નથી
જોઈતા કોઈ વિકલ્પ.–અન્ન કે મન, પાણી કે વાણી–એ બધાથી પાર એકલા પોતાના
આત્માથી જ પોતાનો સ્વાનુભવ થઈ શકે છે અને એ જ મોક્ષનો રાહ છે.
(પ૧) ચારે ગતિમાં.....
આવી શક્તિ ચારે ગતિના દરેક આત્મામાં છે. પણ એની સન્મુખ થાય એને જ
એની વ્યક્તિ થાય છે. નરકની ઘોર પ્રતિકૂળતા વચ્ચે પડેલો જીવ–જ્યાં હજારોલાખો
વર્ષો સુધી અન્નનો દાણો કે પાણીનું ટીપું મળતું નથી, જ્યાં છેદન ભેદન–ઠંડી–ગરમી
વગેરે તીવ્ર યાતનાનો પાર નથી ત્યાં એ પ્રતિકૂળતાની વચ્ચે પણ કોઈ કોઈ જીવો
અંર્તસ્વભાવમાં ઊતરીને સ્વયં પોતાથી પોતાના સ્વભાવનું સ્પષ્ટ સ્વસંવેદન કરીને,
સમ્યક્ત્વપ્રકાશ પ્રગટ કરે છે.–એવું સ્વસંવેદન કરનારા અસંખ્યાતા જીવો નરકમાં પણ
છે. અહીંની પ્રતિકૂળતા (મોંઘવારી વગેરે) તો નરક પાસે શું હિસાબમાં છે? ત્યાંની
પ્રતિકૂળતાની અહીં કલ્પના કરવી પણ મુશ્કેલ છે; છતાં ત્યાં સમ્ય–