: ૮: આત્મધર્મ :ફાગણ:
ધર્માત્માને ચૈતન્યનારંગ ચડયા તે ઉતરે નહિ; એ ઠેઠ કેવળજ્ઞાન લીધે છૂટકો.
એક સમયની પર્યાય અનંતગુણના આખા પિંડને પોતાની પ્રતીતમાં–વેદનમાં–
જ્ઞાનમાં લઈ લ્યે એવી અચિંત્ય અદ્ભુત તાકાત છે.
(પપ) કર્તાકર્મપણું નથી–જ્ઞાતા જ્ઞેયપણુ છે
પરના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં કાંઈ કરવાનું સામર્થ્ય આત્મામાં નથી, પણ તેને
જાણવાનું સામર્થ્ય આત્મામાં છે. પરનું કર્તાપણું નથી પણ જ્ઞાતાપણું છે.
પરદ્રવ્યો તેમના પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનાં કારણો છે, પણે તેઓ કાંઈ આ
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયનાં કારણો નથી અને આ આત્મા તેમનાં દ્રવ્ય ગુણપર્યાયનું
કારણ નથી. એ વાત અકાર્ય–અકારણત્વશક્તિએ દર્શાવી.
હવે અકાર્ય–અકારણપણું હોવા છતાં પરસ્પરજ્ઞાતાજ્ઞેયપણું છે, અર્થાત્ આત્મા
પરદ્રવ્યોને જ્ઞેયપણે જાણે છે, તેમજ સામા જ્ઞાતાજીવોના જ્ઞાનમાં પોતે પ્રમેય તરીકે
જણાય છે. –આવી જ્ઞાતા જ્ઞેયપણાની શક્તિ આત્મામાં છે.
દરેક પદાર્થ પોતપોતાના આકારનું એટલે પોતપોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનું જ
કારણ છે, બીજાનું કારણ તે નથી ને તેનું કારણ બીજું નથી.
કર્મનાં રજકણો તે કર્મનાં દ્રવ્ય–ગુણ–પર્યાયનું કારણ છે, પણ જીવનાં
દ્રવ્યગુણપર્યાયનું કારણ તે નથી. જીવનાં તે પ્રમેય છે ને જીવ તેનો જ્ઞાતા છે. શરીરની
ક્રિયાનો જીવ જ્ઞાતા છે પણ જીવ તેનું કારણ નથી. શરીરની ક્રિયામાં જીવે શું કર્યું?–કાંઈ
ન કર્યું, માત્ર જાણ્યું.
(પ૬) સ્વસંવેદનમાં મોક્ષમાર્ગનો સમ્યક્ પુરુષાર્થ
ક્રમ અને અક્રમ બંને સ્વભાવ આત્મામાં એક સાથે છે. આવા આત્માને
સ્વસંવેદનમાં લેતાં મોક્ષમાર્ગ થાય છે, તે જ પુરુષાર્થ છે.
એક શ્રુતપર્યાયમાં સ્વસંવેદનથી અનંત શક્તિવાળા આત્માનો નિર્ણય કરવાની તાકાત
છે. આત્મા કેવો છે? કે અનંત ગુણો જેનામાં અક્રમે છે, ને પર્યાયો અક્રમ હોતી નથી, તે
ક્રમેક્રમે હોય છે; આવા ક્રમ–અક્રમ બંને સ્વભાવથી એકરૂપ આત્મા–તેને જ્યાં સ્વસંવેદનમાં
લીધો ત્યાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો પુરુષાર્થ સ્વાશ્રયે શરૂ થયો.
સર્વજ્ઞના જ્ઞાનનો અને પદાર્થના હોનહારનો નિર્ણય કરનાર જે સમ્યગ્જ્ઞાન છે
તેમાં પરનું અકર્તાપણું છે ને એકલો જ્ઞાનભાવ જ રહ્યો છે. એકલું જ્ઞાતાપણું રહ્યું ને
વિકારનું કર્તાપણું ન રહ્યું–એ જ સમ્યક્ ઉદ્યમ છે. વીર્યશક્તિ પણ આવી જ્ઞાનપર્યાયને
રચે એ જ એનું ખરૂં કામ છે. દ્રવ્યની વૃત્તિ એટલે કે દ્રવ્યનું હોવાપણું–દ્રવ્યનું અસ્તિત્વ–
ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ અસ્તિત્વમાં ક્રમ અને અક્રમ બંને ભાવો
આવી જાય છે. એનો નિર્ણય કરનારું જે સમ્યગ્જ્ઞાન છે તે જ્ઞાનમાં શુદ્ધાત્માનો સદ્ભાવ
છે, ને તેમાં વિકારનો અભાવ છે. હજી સાધકદશા છે, તે સાધક દશામાં પણ જે જ્ઞાન છે
તે જ્ઞાન નિશ્ચયને