Atmadharma magazine - Ank 257
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 37

background image
: 2A : આત્મધર્મ : ફાગણ :
પાસે ઝાંખું પડી જાય–એવું તો એના દેહનું રૂપ! ત્યાં આત્માના અતીન્દ્રિયરૂપની તો વાત
જ શી કરવી! કેવળજ્ઞાન ખીલી ગયું તેના મહિમાની શી વાત?.....સર્વજ્ઞની સ્તુતિમાં
ભેગો આત્માનો મહિમા ઘૂંટાતો જાય છે, તે ખરી સ્તુતિ છે, ને તેનો જ ખરો લાભ છે.
હે નાથ! ઈન્દ્ર આપના ચરણોમાં નમે છે તેથી એમ એમ સમજીએ છીએ કે,
રાગના ફળરૂપ ઈન્દ્રપદ કરતાં વીતરાગતાથી મળતું સર્વજ્ઞપદ જગતમાં શ્રેષ્ઠ અને
આદરણીય છે. ચૈતન્યની ઉત્કૃષ્ટ વીતરાગ પદવી પાસે જગતના બધાય પદ તૂચ્છ ભાસે
છે.
પ્રભો! અમારું મસ્તક આપના ચરણોમાં નમ્યું ને નમ્યું, તે હવે બીજાને કોઈ
કાળે નમે નહીં. આપની ભક્તિના અવલંબનના બળવડે અમે ભવસાગરને તરી જશું
એટલે કે વીતરાગભાવના ઘોલન વડે રાગને તોડીને સર્વજ્ઞતાને પામશું. તારી ભક્તિ
કરતાં કરતાં અમેય તારા જેવા થઈશું. ભગવાન જેવો ભાવ પોતામાં પ્રગટ કરવો તે જ
ભગવાનની પરમાર્થ સ્તુતિ છે.
પ્રભો! આપની સ્તુતિ કરતાં, આપની સર્વજ્ઞતાને જ્યાં અમે પ્રતીતમાં લઈએ
છીએ ત્યાં તો મિથ્યાત્વના ટૂકડેટૂકડા થઈ જાય છે ને પાપનો સમૂહ છિન્નભિન્ન થઈને
ભાગે છે.
જુઓ, આ ભગવાનના ભક્ત! સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરવા જે
ઊભો થયો તેની ભક્તિના રંગમાં ભંગ પડે નહિ; વીતરાગ સ્વભાવને ભૂલીને વચ્ચે
રાગને તે કદી આદરે નહિ; બહારમાં લક્ષ જાય તો વીતરાગ અર્હંતદેવનો આદર ને
અંદરમાં લક્ષ જાય તો વીતરાગી આત્મસ્વભાવનો આદર. એનાથી વિરુદ્ધ બીજા કોઈને
તે આદરે નહિ; એટલે હવે વીતરાગસ્વભાવના આદરથી રાગને તોડીને વીતરાગ થયે જ
છૂટકો.
ભક્ત કહે છે: પ્રભો! કેવળજ્ઞાનથી ખીલેલી આપની જ્ઞાનપ્રભાની તો શી વાત?
આપના દેહની અને સમવસરણની શોભા પણ કોઈ દિવ્ય અચિંત્ય છે. આપના ચરણની
દિવ્યપ્રભા પાસે ઈન્દ્રના મુગટમણિ અમને ઝાંખા લાગે છે. જગતનો વૈભવ અમને પ્રિય
નથી, અમને તો આપના ચરણોની ભક્તિ જ પ્રિય છે. અહા, અંતમાં સર્વજ્ઞપણાને
સાધતાં સાધતાં સાધકસન્તોને ભગવાન પ્રત્યે ભક્તિનો પ્રેમ ઉલ્લસ્યો છે. જેમ માતા
પ્રેમવશ પોતાના પુત્રના ગાણાં ગાય તેમ અહીં ભગવાનમાં સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે
જે ગુણો પ્રગટ્યા છે તેની લગની લગાડીને, પરમ પ્રેમથી ભક્ત તેનાં ગાણાં ગાય છે.
પોતાને તે ગુણ ગોઠયા છે ને પોતામાં તેવા ગુણો પ્રગટ કરવા માંગે છે તેથી તેનાં ગાણાં
ગાય છે. એ ગાણાં કોઈ બીજાને માટે નથી ગાતા, પણ પોતામાં તે ગુણો