Atmadharma magazine - Ank 258
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 37

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૯ :
હીલોળે ચડે છે. વિકારના કર્તૃત્વને પોતામાં સમાવી શકે એવો આત્માનો સ્વભાવ
જ નથી. જેમ દરિયાનો સ્વભાવ જ એવો છે કે મેલને પોતામાં ન શમાવે, ઉછાળીને
બહાર ફેંકી દ્યે; તેમ આ ચૈતન્યસમુદ્ર તે વિકારરૂપ મેલને પોતામાં શમાવા ન દ્યે;
જ્યાં વિકારનુંય કર્તૃત્વ આત્મામાં નથી સમાતું ત્યાં પરના કર્તૃત્વની તો વાત જ
ક્્યાંથી હોય?
(૭૩) જે આત્માથી ભિન્ન તે નિષેધયોગ્ય
રાગમાં જ્ઞાનગુણ નથી; જેમાં જ્ઞાનગુણ ન હોય તેને આત્મા કેમ કહેવાય? માટે
રાગ તે આત્મા નથી. આત્માની શક્તિના નિર્મળ પરિણામથી રાગના પરિણામ જુદો છે.
આત્માથી જુદા કહો કે નિષેધવાયોગ્ય કહો; મોક્ષાર્થીને જેમ પરાશ્રિત રાગનો નિષેધ છે
તેમ પરાશ્રિત એવા સઘળાય વ્યવહારનો પણ નિષેધ જ છે. રાગ અને વ્યવહાર બંને
એક જ કક્ષામાં છે, બંને પરાશ્રિત હોવાથી નિષેધયોગ્ય છે; ને તેનાથી વિભક્ત ચૈતન્યનો
એકત્વસ્વભાવ તે જ પરમ આદરણીય છે.
(૭૪) અસ્તિત્વ બેનું,–આદરણીય એક
સાધકભૂમિકામાં રાગ ને જ્ઞાન બંને એક સમયે છે તો પણ રાગપરિણામથી જુદું
જ જ્ઞાનપરિણમન ચાલે છે, ને જ્ઞાનપરિણામથી રાગપરિણામ જુદા જ છે. એક કાળે બંને
હોવા છતાં બંનેને એકતા નથી. ધર્મીને જ્ઞાનનું કર્તૃત્વ છે, રાગનું અકર્તૃત્વ છે.
જ્ઞાન તે આત્મા....રાગ તે આત્મા નહિ;
આનંદ તે આત્મા....દુઃખ તે આત્મા નહિ.
નિશ્ચય–વ્યવહાર એક સાથે બંને ભલે હો, બંનેનું વિદ્યમાનપણું હોવા છતાં,
સાધકની દ્રષ્ટિમાં, જે નિશ્ચય છે તે જ ખરો આત્મા છે ને જે વ્યવહાર છે તે ખરો
આત્મા નથી. આવા આત્માના અવલંબને જ સાધકપણું થયું છે, ટકયું છે, વધે છે,
ને પૂર્ણ થશે.
અરે, તારું સ્વતત્ત્વ કેટલું મહાન છે, ને કેવું ચોકખું છે, તે તો લક્ષમાં લે.
ચક્રવર્તીઓ મુનિઓ ને તીર્થંકરો આદરથી જે માર્ગને સેવે છે તે શું રાગવાળો હશે?
અરે, ભાઈ આખા વીતરાગતાના પિંડ શુદ્ધચૈતન્યતત્ત્વને જ તે સૌ સેવી મોક્ષને પામે
છે. અને તું રાગના સેવનવડે તે માર્ગમાં આવવા માંગે છે? તને તીર્થંકરોના માર્ગની
ખબર