Atmadharma magazine - Ank 258
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 37

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર :
નથી આવતી, અથવા એક કેરીમાંથી બીજી કેરી આવતી નથી, તેમ આખું દ્રવ્ય તે
નિર્મળપર્યાયોનો આંબો છે; તેમાંથી નવી નવી નિર્મળપર્યાયો આવ્યા કરે છે. પણ પૂર્વની
નાની પર્યાય (સાધકભાવ) માંથી મોટી પર્યાય (સાધ્ય પર્યાય આવતી નથી, અથવા
એક પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી. એટલે પર્યાયસન્મુખ દ્રષ્ટિ ન રાખતાં
આખા દ્રવ્યને દ્રષ્ટિમાં લેવું, તેને જ શ્રદ્ધામાં–જ્ઞાનમાં ઉપાદેય કરીને તેમાં એકાગ્રતા
કરવી; તેમાં એકાગ્ર થતાં સાધ્યપર્યાય ખીલી જાય છે. શુદ્ધ જીવતત્ત્વ ત્રિકાળ છે, તેના
આશ્રયમાં સંવર–નિર્જરા નવા પ્રગટે છે. ત્રિકાળ દ્રવ્ય ને નિર્મળ–પર્યાય એ પ્રમાણ વસ્તુ
છે. તેમાંથી નિર્મળ પર્યાયનો ભેદ પાડીને તેને જીવ કહેવો તે વ્યવહાર છે; શુદ્ધ
ચૈતન્યદ્રવ્યને જીવ કહેવો તે નિશ્ચય છે. તે શુદ્ધ દ્રવ્યને દ્રષ્ટિમાં લઈને તેમાં પર્યાય લીન
થતાં સંવર–નિર્જરા–મોક્ષપર્યાય ખીલી જાય છે. માટે નિર્મળપર્યાયનું પરમાર્થ સાધન શુદ્ધ
દ્રવ્ય જ છે–એ પરમાર્થ છે. પૂર્વની નિર્મળપર્યાયને સાધન કહેવું તે વ્યવહાર છે. પરમાર્થ
સાધનરૂપ શુદ્ધવસ્તુની સન્મુખ થઈને પરિણતિ તેમાં લીન થઈ ત્યાં સાધ્ય–સાધક બંને
એક થઈને પરિણમ્યા, તેમની વચ્ચે ભેદ ન રહ્યો. ત્યાં બીજા કોઈ સાધન બહાર
શોધવાનું ન રહ્યું.–આવી દશા થાય ત્યારે આત્માને સાધ્યો કહેવાય. આ સિવાય બીજી
રીતે આત્મા સિદ્ધ થતો નથી, સ્વાનુભવમાં આવતો નથી.
આરાધનાની પ્રેરણા
અરે, જીવ! દેહ તો મુદત પૂરી થતાં તને છોડશે, પણ તું
સામેથી મોહ છોડીને દેહની પ્રીતિ છોડ. આવો અશુચીનો પિંડ
ક્ષણભંગુર દેહ તને કેમ વહાલો લાગે છે? ને પરમ સુખમય
પવિત્ર ચૈતન્યસ્વભાવ તને કેમ વહાલો નથી લાગતો? એકવાર
આત્માને વહાલો કર, ને જગતનું વહાલ છોડ (જગત ઈષ્ટ
નહીં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય) તારો ચૈતન્યદેવ તારાથી
જુદો ક્્યાંય દેશદેશાંતરમાં નથી, તારો દેવ તારાથી જરાય દૂર
નથી, એ તારામાં જ છે. અંતરદ્રષ્ટિથી પ્રયત્ન કરીને દેખ તો
તારામાં જ બિરાજમાન શાશ્વત ચૈતન્યદેવ તને સ્પષ્ટ દેખાશે.
એ જ ભગવાન છે, એ જ મહિમાવંત છે, એ જ પરમ એટલે
ઉત્કૃષ્ટ હોવાથી પરમાત્મા છે; એ જ દિવ્ય ચૈતન્ય શક્તિવાળો
દેવ છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે એની જ સેવા ને આરાધના
કર. એની આરાધનાથી તું ભવસમુદ્રના તીરને પામીશ.
અંતર્મુખ થઈને ચૈતન્યના ધ્યાન વડે મોક્ષસુખ પમાય છે.
(પ્રવચનમાંથી)