તો એક દ્રવ્ય, તેને જ ભેદથી જુઓ તો અનંત ગુણો,–આમ સત્તા અનેકાન્તસ્વરૂપ છે.
અનાદિ અનંત આવું જ વસ્તુસ્વરૂપ છે, તેને અનેકાન્ત પ્રસિદ્ધ કરે છે. વસ્તુ સ્વયમેવ
અનેકાન્તસ્વરૂપ છે, તેને કોઈનો સહારો નથી. આવા અનેકાન્તસ્વરૂપને પ્રકાશનારી
જિનવાણીને નમસ્કાર કર્યા છે. ‘તે સદાય પ્રકાશમાન રહો’ એમ કહીને તેનું બહુમાન
કર્યું તેમાં નમસ્કાર આવી ગયા.
શુદ્ધઆત્મા. શુદ્ધઆત્મા એટલે સર્વજ્ઞ–વીતરાગસ્વભાવી આત્મા; આવા સર્વજ્ઞસ્વરૂપને
અનુસરનારી એટલે કે તેના સ્વરૂપને કહેનારી જિનવાણી છે. આવી સર્વજ્ઞસ્વરૂપ–
અનુસારિણી જિનવાણીને ન માને, તેને અચેતન કહીને નિષેધે તો ચાલે નહિ. ભાઈ, તે
વાણી ભલે અચેતન છે, પણ તે સર્વજ્ઞસ્વરૂપને અનુસરનારી છે, જેવું સર્વજ્ઞસ્વરૂપ છે
તેવું જ સ્વરૂપ તે કહે છે. જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે, કહેવાનો સ્વભાવ નથી;
વાણીમાં કહેવાનો સ્વભાવ છે, જાણવાનો સ્વભાવ નથી, પણ સર્વજ્ઞે જેવું વસ્તુસ્વરૂપ
જાણ્યું તેવું જ વસ્તુસ્વરૂપ દિવ્યધ્વનિમાં આવે છે, –એવો જ વાણીનો સ્વભાવ છે; તેથી
તે દિવ્યધ્વનિરૂપ વાણીને ‘સર્વજ્ઞસ્વરૂપ–અનુસારિણી’ કહી છે. એટલે કોઈ પૂછે કે
‘અચેતન વાણીને નમસ્કાર કેમ કર્યા? ’–તો તેનું આમાં સમાધાન આવી જાય છે.
તેને અનુસરનારી થઈ. જેવું શુદ્ધસ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું તેવું જ વાણીમાં આવ્યું.
જ્ઞાનમાં જે આવ્યું તેનાથી વિરુદ્ધ વાણીમાં ન આવે, તેથી આવી સર્વજ્ઞસ્વરૂપને
અનુસરનારી જિનવાણીનું પણ બહુમાન કર્યું છે.
શંકા–:
એમ કહ્યું, ને અહીં વળી દિવ્યધ્વનિને નમસ્કાર કર્યા? દિવ્યધ્વનિ તો અજીવ છે.
અચેતન છે, તેને કેમ નમસ્કાર કર્યા?
ધોધ....એ તો સાંભળ્યા