એ આગાહી સાચી જ પડી
સં. ૧૯૭૮ પહેલાંનો એક પ્રસંગ છે. તે વખતે પૂ. શ્રી
કાનજીસ્વામી સ્થાનકવાસી સંપ્રદાયના મહામુનિ તરીકે પ્રસિદ્ધ હતા;
તે વખતે પાતરાં રંગવા વગેરે કાર્યો કરવા પડતા, પણ એમાં તેમનું
ચિત્ત ચોટતું નહિ; એમના ચિત્તમાં તો બીજા જ વિચારો રમી રહ્યા
હતા કે–અરે, આત્માની સાધના માટેનું આ જીવન...એનો મોંઘો સમય
આ પાતરાં રંગવા ને વસ્ત્રો ધોવાની ઉપાધિમાં જાય–એ કેમ પાલવે?
શું મુનિદશા આવી હોતી હશે?....ના; હૃદય ના પાડે છે. બીજી કોઈ
અનેરી દશાને એમનું હૃદય ઝંખી રહ્યું હતું.
એમનું ચિત્ત ઉદાસ અને વિચારમગ્ન દેખીને એમના ગુરુ શ્રી
હીરાચંદજી મહારાજે એકવાર તેમને પ્રેમથી પૂછયું–કાનજી! તારું ચિત્ત
ઉદાસ કેમ રહે છે? તું શું વિચાર કરે છે? ત્યારે તેમણે જવાબ આપ્યો
કે મહારાજ! આવા વસ્ત્ર ને પાત્રના કાર્યોમાં