બીજા નયનો વિકલ્પ એવો છે કે વસ્તુ પર્યાયરૂપ છે.–આવા નયવિકલ્પવડે વસ્તુ
અનુભવમાં આવતી નથી, બંને નયના વિરોધને મટાડીને, અને શુદ્ધઆત્માનો આશ્રય
કરાવીને જિનવચન શુદ્ધસ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ કરાવે છે.
પર્યાય બધું છે, પણ તેમાં વિકલ્પ નથી; વિકલ્પને અસત્ કહ્યો છે, પર્યાયને અસત્ નથી
કીધી, પર્યાય તો અંદર ભળી ગઈ છે, ને વિકલ્પ છૂટી ગયો છે. નિશ્ચયનયનો જે વિષય
છે તે કાંઈ જૂઠો નથી, પણ અનુભવદશામાં એનો વિકલ્પ નથી, માટે વિકલ્પને જૂઠો
કહ્યો છે. આવા અનુભવ વડે મિથ્યાત્વનું સહજપણે વમન થઈ જાય છે. જ્યાં આત્માના
સ્વભાવને ઉપાદેય કરીને પરિણતિ તે તરફ વળી ત્યાં મિથ્યાત્વ સહજપણે છૂટી ગયું.
પરિણતિને અંતરઅનુભવમાં વાળ્યા વગર લાખ ઉપાયે પણ મિથ્યાત્વ છૂટે નહિ, અને
પરિણતિ જ્યાં અંર્તસ્વભાવમાં વળી ત્યાં મિથ્યાત્વભાવ સહેજે જ છૂટી ગયો, ત્યાં તેને
ટાળવાનો જુદો પ્રયત્ન કરવો નથી પડતો.
જીવોમાં પણ કાંઈ બધાય મોક્ષ પામી જતા નથી, તેમાંથી કેટલાક જીવો મોક્ષના
અધિકારી છે, તે મોક્ષગામી ભવ્ય જીવોના મોક્ષમાં જવાના કાળનું માપ છે, તે કેવળી
ભગવાન જાણે છે. જેઓ મોક્ષ પામશે તેઓ શુદ્ધાત્માના અનુભવથી જ મોક્ષ પામશે.
ક્્યો જીવ કેટલોકાળ વીતતાં મોક્ષ પામશે તેની નોંધ કેવળજ્ઞાનમાં છે. એટલે કે
કેવળજ્ઞાનીના જ્ઞાનમાં તે બધું લખાઈ ગયું છે– જણાઈ ગયું છે.
તે જ્ઞાન પણ કેવળજ્ઞાનની જાતિનું થઈને મોક્ષમાર્ગ તરફ ચાલ્યું.