અનાદિથી છે, મિથ્યાદ્રષ્ટિ પણ અનાદિથી છે ને સમ્યગ્દ્રષ્ટિ પણ અનાદિથી છે, અજ્ઞાની
પણ છે ને કેવળજ્ઞાની પણ છે; એમ બધા પ્રકારના જીવો જગતમાં સદાય રહેવાના છે.–
કોઈ જીવ આખા જગતમાંથી અજ્ઞાનનો ને અશુદ્ધતાનો અભાવ કરવા માગે તો તેમ ન
કરી શકે, પણ પોતે પોતાના આત્મામાંથી અજ્ઞાન અને અશુદ્ધતા મટાડીને કેવળજ્ઞાન અને
સિદ્ધપદ પ્રગટ કરી શકે.
અધ્યાત્મપદ્ધત્તિ તે મોક્ષમાર્ગરૂપ છે, તે શુદ્ધભાવ રૂપ છે. આ શુદ્ધ ભાવરૂપ અધ્યાત્મ–
પદ્ધત્તિમાં આત્માનો અધિકાર કહ્યો, પણ આગમ પદ્ધત્તિમાં આત્માનો અધિકાર ન કહ્યો,
કેમ કે તે આત્માના સ્વભાવરૂપ નથી પણ વિભાવરૂપ છે. અહીં ‘આગમપધ્ધતિ’ કહી
તેમાં ‘આગમ’ નો અર્થ સિધ્ધાન્તરૂપ શાસ્ત્ર ન સમજવો. પણ આગમ–પધ્ધત્તિ એટલે
અનાદિથી ચાલી આવેલી પરંપરા; અથવા આગમ એટલે આગંતુક ભાવો. વિકારી
ભાવો છે તે નવા આગંતુક છે, તે સ્વભાવમાં નથી પણ કર્મનિમિત્તે પર્યાયમાં નવા નવા
ઉત્પન્ન થયેલા છે, ને અનાદિથી તેનો પ્રવાહ ચાલ્યો આવે છે. વિકાર અને તેના
નિમિત્તરૂપ કર્મ એ બંનેનો પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે તેનું નામ આગમપધ્ધતિ
છે. ને જીવમાં જે નવી અપૂર્વ અધ્યાત્મદશા એટલે કે શુધ્ધપર્યાય પ્રગટે તે
અધ્યાત્મપધ્ધતિ છે. આ બંને પ્રકારના ભાવો જગતમાં સદાય વર્તતા જ હોય છે. એ
બંનેનું હવે વિવેચન કરે છે–
બંને પરિણામ આગમરૂપ સ્થાપ્યા.
સુખ–વીર્ય આદિ અનંત ગુણપરિણામ,–એ બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા.