: ૩૮ : આત્મધર્મ : વૈશાખ :
ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શનની સાથે જ સ્વાનુભૂતિ થઈ ગઈ છે. સ્વાનુભૂતિ
વડે આત્મા પોતે પોતાના સ્વરૂપમાં પ્રવેશીને શુદ્ધ થાય છે; એટલે સ્વાનુભૂતિ મોક્ષનું
પ્રવેશદ્વાર છે. અને આ આત્મઅનુભવ પરદ્રવ્યની સહાયતાથી રહિત છે. રાગ પણ
અનુભવથી પર છે, તેની સહાય પણ અનુભવમાં નથી.
અનુભવ એટલે શું?
અનુભવ એટલે વસ્તુનો પ્રત્યક્ષ આસ્વાદ, આત્માના અતીન્દ્રિય આનંદનો
પ્રત્યક્ષ આસ્વાદ આવે તેનું નામ આત્માનુભવ છે.
પ્રશ્ન:– કોઈવાર આત્માની અનુભૂતિ કહો છો, કોઈવાર જ્ઞાનની અનુભૂતિ કહો છો, તો
આત્માની અનુભૂતિ અને જ્ઞાનની અનુભૂતિ એમાં કાંઈ વિશેષતા છે? કે બંને એક જ છે?
ઉત્તર:– એમાં કાંઈ વિશેષતા નથી; આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની
અનુભૂતિ કહો તે બંને એક જ છે; તેથી કહ્યું કે:–
आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा....
શુદ્ધનયવડે જે શુદ્ધ આત્માની અનુભૂતિ છે, તે ખરેખર જ્ઞાનની જ અનુભૂતિ છે;–
આમ નક્કી કરીને શું કરવું? કે સદા સર્વ તરફથી જે જ્ઞાનઘન છે એવા આત્મામાં
પ્રવેશીને તેનો સ્વાનુભવ કરવો. આવા અનુભવથી આત્મા શુદ્ધ થાય છે. આત્માનો
અનુભવ સર્વ તરફથી જ્ઞાનમય છે, તે અનુભવમાં રાગને પ્રવેશવાની મનાઈ છે.
આત્માનો અનુભવ પરની તેમજ પરભાવની સહાય વગરનો છે. જે ભાવનો પ્રવેશ
અનુભવમાં નથી થઈ શકતો તે પરભાવ અનુભવમાં મદદગાર કેમ થાય? અનુભવ તો
પરભાવનોક્ષય કરણશીલ છે.
વિશ્રામ લેવાનું ધામ તો અનુભવમાં છે. આમ જિજ્ઞાસુ શિષ્યે લક્ષમાં લીધું છે. ત્યાં
તેને એવો પ્રશ્ન નથી ઊઠતો કે રાગની કાંઈ સહાય હશે? વ્યવહારનું કાંઈ અવલંબન હશે?
એક વાત તો પકડી કે મોક્ષમાર્ગ તો સ્વાનુભવથી થાય. ક્્યારેક શાસ્ત્રમાં એમ ભાષા આવે
કે શુદ્ધ આત્માની અનુભૂતિ કરવાથી આત્મા શુદ્ધ થાય છે, અને કોઈ વાર એમ આવે કે
જ્ઞાનમાત્રની અનુભૂતિથી આત્મા શુદ્ધ થાય છે; તેમાં શિષ્યને પ્રશ્ન ઊઠે છે કે શુદ્ધ આત્માની
અનુભૂતિ અને જ્ઞાનની અનુભૂતિમાં કાંઈ ફેર છે? તો કહે છે કે ના; બંનેમાં કાંઈ વિશેષતા
નથી, ફેર નથી; શુદ્ધ આત્માની અનુભૂતિ અને જ્ઞાનની અનુભૂતિ બંને એક જ છે. શુદ્ધનયથી
આવા આત્માને અનુભવમાં લેતાં આત્મા શુદ્ધ થાય છે.–એનું નામ મોક્ષમાર્ગ છે.
જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે, એટલે તે આત્મા જ છે. જ્ઞાન કહો કે આત્મા કહો,
શુદ્ધનયથી તેનો અનુભવ થાય છે, પોતે પોતાના સ્વરૂપમાં પ્રવેશીને તેનો અનુભવ કરે છે.–
એમાં કોઈ બીજાની ઉપાધિ નથી, બીજાની સહાય નથી, બીજાની અપેક્ષા નથી. જેથી