Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 89

background image
: ૪૦ : આત્મધર્મ : વૈશાખ :
સાધકને નિશ્ચય–સમ્યક્ત્વ
સદૈવ હોય છે
જીવ પદાર્થ અનાદિથી મિથ્યાદ્રષ્ટિ છે; સ્વપરના
યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે.
વળી જે કાળે કોઈ જીવને દર્શનમોહના ઉપશમ–
ક્ષયોપશમથી સ્વપરના યથાર્થ શ્રદ્ધાનરૂપે તત્ત્વાર્થ
શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક્ત્વની થાય છે. માટે
સ્વપરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાનરૂપ નિશ્ચય
સમ્યક્ત્વ ગર્ભિત છે.
જુઓ, પહેલાં તો સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવે છે; પછી સમ્યગ્જ્ઞાનની તેમજ
સ્વાનુભવ વગેરેની ચર્ચા કરશે. આ તો લોકોત્તર ચિઠ્ઠિ છે, એટલે આમાં કાંઈ
વેપારધંધાની કે ઘર– કુટુંબની વાત ન હોય, આમાં તો સ્વાનુભવ વગેરેની લોકોત્તર
ચર્ચા ભરેલી છે. એના ભાવ સમજે એને એની કિંમત સમજાય, જેમ કોઈ એક શાહુકાર
વેપારી બીજા શાહુકાર ઉપર ખુલ્લા પોસ્ટકાર્ડમાં ચિઠ્ઠિ લખે છે કે ‘બજારભાવ કરતાં
જરાક ઊંચા ભાવે પણ એક લાખ ગાંસડી રૂ ખરીદ કરો.’ જુઓ, આ દોઢ લીટીના
લખાણમાં તો કેટલી વાત આવી જાય છે! સામસામા બંને વેપારીઓનો એકબીજા
ઉપરનો વિશ્વાસ, હિંમત, શાહુકારી, વેપાર સંબંધીનું જ્ઞાન–એ બધુંય દોઢ લીટીમાં ભર્યું
છે. પણ એના જાણકારને એની ખબર પડે, અભણને શું ખબર પડે? તેમ સર્વજ્ઞ
ભગવાને શાસ્ત્રરૂપી ચિઠ્ઠિમાં સન્તો ઉપર ધર્મનો સંદેશ લખ્યો છે, તેમાં સ્વાનુભવના ને
સ્વ–પરની ભિન્નતા વગેરેના અનેક ગંભીર રહસ્યો ભર્યાં છે. તે ઉપરથી તેમની સર્વજ્ઞતા,
વીતરાગતા તેમજ ઝીલનારની તાકાત–એ બધું ખ્યાલમાં આવી જાય છે. ભગવાનના
શાસ્ત્રમાં ભરેલા ગૂઢ ભાવોને જ્ઞાની જ જાણે છે. અજ્ઞાનીને એના રહસ્યની ખબર પડે
નહિ, ને રહસ્ય જાણ્યા વગર એનો ખરો મહિમા આવે નહિ.
અહીં સાધર્મી ઉપર ચિઠ્ઠિ લખતાં સ્વાનુભવની ચર્ચામાં પહેલી જ સમ્યગ્દર્શનની
વાત કરી છે. સમ્યગ્દર્શન વગર સ્વાનુભવ હોતો નથી. સ્વાનુભવપૂર્વક જ સમ્યગ્દર્શનની
ઉત્પત્તિ થાય છે. સ્વાનુભવ એ એક દશા છે, તે દશા જીવને અનાદિથી હોતી નથી પણ
નવી પ્રગટે છે. એ સ્વાનુભવદશાનો ઘણો મહિમા શાસ્ત્રોએ વર્ણવ્યો છે; સ્વાનુભવ એ
મોક્ષમાર્ગ છે. સ્વાનુભવમાં જે આનંદ છે એવો આનંદ જગતમાં બીજે ક્્યાંય નથી.
આવી સ્વાનુભવદશાનું સ્વરૂપ અહીં કહેશે.