: વૈશાખ : આત્મધર્મ : ૪૧ :
આ જગતમાં અનંત જીવો છે; દરેક જીવ ચૈતન્યમય છે, પરિપૂર્ણ જ્ઞાન ને સુખ દરેક
જીવના સ્વભાવમાં ભરેલા છે. પણ આવા પોતાના સ્વરૂપને પોતે દેખતો નથી–નથી
અનુભવતો તેથી અનાદિથી તે મિથ્યાદ્રષ્ટિ છે. અનાદિથી પોતાના સાચા સ્વરૂપને ભૂલીને
પરભાવોમાં જ તન્મય થઈ રહ્યો છે, સ્વ–પરની જેવી ભિન્નતા છે તેવી યથાર્થ જાણતો નથી
ને વિપરીત માને છે. એટલે પરથી મારામાં કાંઈક થાય ને હું પરમાં કાંઈક કરી દઉં–એવી
ઊંડી ઊંડી સ્વ–પરની એકત્વબુદ્ધિ તેને રહ્યા કરે છે, એવી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ
છે. જુઓ, આ વિપરીત માન્યતા જીવ પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને કરી રહ્યો છે,
એકેક સમય કરતાં કરતાં અનાદિકાળથી પોતે જ પોતાના અજ્ઞાનને લીધે મિથ્યાભાવરૂપ
પરિણમી રહ્યો છે, કોઈ બીજાએ તેને મિથ્યાત્વ કરાવ્યું નથી. મિથ્યાત્વકર્મે જીવમાં મિથ્યાત્વ
કરાવ્યું–એમ જે માને તેને સ્વપરની એકત્વબુદ્ધિ છે. પૂજનની જયમાલામાં પણ આવે છે કે
‘કર્મ બિચારે કોન, ભૂલ મેરી અધિકાઈ’ પ્રભો! હું મારી ભૂલની અધિકતાથી જ દુઃખ
ભોગવી રહ્યો છું. નિગોદમાં જે જીવ અનાદિથી નિગોદમાં રહ્યો છે તે પણ પોતાના
ભાવકલંકની અત્યંત પ્રચૂરતાને લીધે જ નિગોદમાં રહ્યો છે: भावकलंकसुपउश
निगोयवासं ण मुंचई– ગોમટ્ટસાર જીવકાંડ: ભાઈ, તારી ભૂલ તું જડને માથે નાંખ તો એ
ભૂલથી તારો છૂટકારો કયે દી’ થશે? જીવ અને જડ બંને દ્રવ્ય જ જ્યાં અત્યંત જુદા, બંનેની
જાતિ જ જુદી, બંનેનું પરિણમન જુદું, ત્યાં એક બીજામાં શું કરે? પણ આવી વસ્તુસ્થિતિને
નહિ જાણનાર જીવને સ્વપરની એકત્વબુદ્ધિનો અથવા કર્તાકર્મની બુદ્ધિનો ભ્રમ અનાદિથી
ચાલ્યો આવે છે, એ જ મિથ્યાત્વ છે ને એ જ સંસારદુઃખનું મૂળ છે. અહીં તો હવે એ
ભ્રમરૂપ મિથ્યાત્વ કેમ ટળે એની વાત છે.
કોઈ મુમુક્ષુ જીવ જ્યારે અંતરના પુરુષાર્થથી સ્વ–પરના યથાર્થ શ્રદ્ધાનરૂપ
તત્ત્વાર્થ– શ્રદ્ધાન કરે ત્યારે તે જીવ સમ્યક્ત્વી થાય છે. સ્વ શું, પર શું, સ્વમાં આત્માનો
શુદ્ધ સ્વભાવ શું ને રાગાદિ પરભાવ શું એ બધાને ભેદજ્ઞાનથી બરાબર ઓળખીને
પ્રતીત કરતાં સમ્યક્ત્વ થાય છે. સ્વ–પરના આવા યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ
નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. જુઓ, આ મૂળ વાત! સ્વ–પરની શ્રદ્ધામાં કે દેવ–ગુરુ–
શાસ્ત્રની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત્વ વખતે નિશ્ચય સમ્યક્ત્વ તો ભેગું ને ભેગું જ છે.
કોઈ કહે કે નિશ્ચયસમ્યકત્વ ચોથા ગુણસ્થાને ન હોય. તો કહે છે કે ભાઈ, જો નિશ્ચય
સમકિત ભેગું ને ભેગું જ ન હોય તો તારા માનેલા એકલા વ્યવહારને શાસ્ત્રકારો
સમ્યક્ત્વ કહેતા જ નથી. જેને શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમકિત નથી તે જીવ સમ્યક્ત્વી
જ નથી તે તો મિથ્યાત્વી જ છે, શુદ્ધાત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થાય ત્યારે જ
જીવને ચોથું ગુણસ્થાન પ્રગટે ને ત્યારે જ તેને સમકિતી કહેવાય. માટે કહે છે કે
સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્વ–પરના યથાર્થ શ્રદ્ધાનમાં શુદ્ધાત્મયશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ
ગર્ભિત છે. ‘ગર્ભિત છે’ એનો અર્થ એની સાથે જ વર્તે છે. અને આવા જીવને
નિમિત્તપણે દર્શનમોહકર્મનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય સ્વયમેવ હોય છે. એટલે કથનમાં
નિમિત્તથી એમ કહેવાય કે દર્શનમોહના