: ૪૨ : આત્મધર્મ : વૈશાખ :
ઉપશમાદિથી સમ્યક્ત્વ થયું. પણ ખરેખર તો સ્વપરના યથાર્થ શ્રદ્ધાનનો પ્રયત્ન જીવે
કર્યો ત્યારે સમ્યક્ત્વ થયું; જીવ યથાર્થ શ્રદ્ધાનનો ઉદ્યમ ન કરે ને કર્મમાં ઉપશમાદિ થઈ
જાય. એમ બનતું નથી. આ ઉપરાંત અહીં તો એ બતાવવું છે કે સ્વ–પરની શ્રદ્ધામાં
શુદ્ધાત્માની શ્રદ્ધા આવી જ જાય છે. શુદ્ધાત્માની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યક્ત્વ છે, તે હોય તો
જ સ્વ–પરની કે દેવ–ગુરુ–ધર્મની શ્રદ્ધાને સાચી શ્રદ્ધા કહેવાય છે. નિશ્ચય વગરના
એકલા શુભ રાગરૂપ વ્યવહારથી જીવ સમકિતી કહેવાતો નથી. નિશ્ચય સમ્યક્ત્વ થાય
તેને જ સમકિતી કહીએ છીએ.
સ્વાનુભવનો રંગ.....
અને તેની ભૂમિકા
જીવે શુદ્ધાત્માના ચિંતનનો
અભ્યાસ કરવો જોઈએ. જેને ચૈતન્યના
સ્વાનુભવનો રંગ લાગે એને સંસારનો
રંગ ઉતરી જાય. ભાઈ, તું અશુભ ને શુભ
બંનેથી દૂર થા ત્યારે શુદ્ધાત્માનું ચિંતન
થશે. જેને હજી પાપના તીવ્ર કષાયોથી
પણ નિવૃત્તિ નથી, દેવગુરુની ભક્તિ,
ધર્માત્માનું બહુમાન, સાધર્મીઓનો પ્રેમ
વગેરે અત્યંત મંદકષાયની ભૂમિકામાં પણ
જે નથી આવ્યો તે અકષાય ચૈતન્યનું
નિર્વિકલ્પ ધ્યાન ક્્યાંથી કરશે? પહેલાં
બધાય કષાયનો (શુભ અશુભનો) રંગ
ઊડી જાય.....જ્યાં એનો રંગ ઊડી જાય
ત્યાં એની અત્યંત મંદતા તો સહેજે થઈ
જ જાય, ને પછી ચૈતન્યનો રંગ ચડતાં
તેને અનુભૂતિ પ્રગટે. બાકી પરિણામને
એકદમ શાન્ત કર્યા વગર એમને એમ
અનુભવ કરવા માંગે તો થાય નહિ.
અહા, અનુભવી જીવની અંદરની દશા
કોઈ ઓર હોય છે!