Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 55 of 89

background image
: ૪૪ : આત્મધર્મ : વૈશાખ :
જો ‘દ્રવ્યની પહેલી પર્યાય આ’ એમ કહો તો ત્યાં દ્રવ્યની જ આદિ થઈ જાય છે,
દ્રવ્ય અનાદિ નથી રહેતું; એ જ રીતે ‘દ્રવ્યની છેલ્લી પર્યાય આ’–એમ કહો તો ત્યાં
દ્રવ્યનો જ અંત થઈ જાય છે, દ્રવ્ય અનંત નથી રહેતું, એકેક પર્યાય આદિ–અંતવાળી
ભલે હો પણ પર્યાયના પ્રવાહને આદિ–અંત નથી, એટલે દ્રવ્યની પર્યાયમાં આ પહેલી ને
આ છેલ્લી–એવું આદિ અંતપણું નથી. દ્રવ્યમાં પર્યાયનો પ્રવાહ પહેલાં ન હતો ને પછી
શરૂ થયો, અથવા તે પ્રવાહ કદી અટકી જશે–એમ નથી. જેમ દ્રવ્ય અનાદિ અનંત છે તેમ
તેની સાથે તેની પર્યાયનો પ્રવાહ પણ અનાદિઅનંત વર્તી જ રહ્યો છે ને કેવળજ્ઞાનમાં
બધું જણાઈ રહ્યું છે. જુઓ તો ખરા, આ જગતની વસ્તુસ્થિતિ! અનાદિને અનાદિપણે
ને અનંતને અનંતપણે જેમ છે તેમ કેવળી ભગવાન વિકલ્પ વગર જાણે છે.
પ્રશ્ન:– પહેલી પર્યાય કઈ ને છેલ્લી પર્યાય કઈ–એ ભગવાન પણ ન જાણે?
ઉત્તર:– ભગવાન જેમ વસ્તુ હોય તેમ જાણે, કે તેનાથી વિપરીત જાણે? જે
‘અનાદિ’ છે–તેને આદિ છે જ નહિ પછી ભગવાન તેની ‘આદિ ક્્યાંથી જાણે? એને જે
‘અનંત’ છે તેનો ‘અંત’ છે જ નહિ પછી ભગવાન તેનો અંત ક્્યાંથી જાણે? જો
ભગવાન તેના આદિ ને અંત જાણે તો તેનું અનાદિ અનંતપણું ક્્યાં રહ્યું? ભાઈ, આ
તો સ્વભાવને અચિંત્ય વિષય છે. અહો, અનંતતા જે જ્ઞાનમાં સમાઈ ગઈ તે જ્ઞાનની
દિવ્ય અનંતતા લક્ષમાં લેતાં જ્ઞાન તેમાં જ (જ્ઞાન–સ્વભાવના અનંત મહિમામાં જ)
ડુબી જાય છે, એટલે જ્ઞાન સ્થિર થઈ જાય છે. નિર્વિકલ્પ થઈ જાય છે.
પ્રશ્ન:– જો અનંતનો છેડો ભગવાન પણ ન જાણે તો તો તેમનું જ્ઞાન–સામર્થ્ય
મર્યાદિત થઈ ગયું?
ઉત્તર:– ના; ભગવાન જો અનંતને અનંત તરીકે પણ ન જાણતા હોય તો
તેમનું જ્ઞાનસામર્થ્ય મર્યાદિત કહેવાય; પરંતુ ભગવાન તો કેવળજ્ઞાનના અમર્યાદિત
સામર્થ્ય વડે અનંતને પણ અનંત તરીકે પ્રત્યક્ષ જાણે છે. ભગવાન તેનો છેડો ન
જાણી શક્્યા માટે તેને અનંત કહી દીધું એમ નથી. ભગવાને અનંતને અનંતપણે
જાણ્યું તેથી તેને અનંત કહ્યું..... અનંતને પણ સર્વજ્ઞ ભગવાન જાણે છે, જો ન જાણે
તો ‘સર્વજ્ઞ’ કેમ કહેવાય!
પ્રશ્ન:– જો ભગવાન અનંતને જાણે છે તો ભગવાનના જ્ઞાનમાં તેનો અંત આવી
ગયો કે નહિ?
ઉત્તર:– ના; ભગવાને અનંતને અનંતપણે જાણ્યું છે. અનંતને અંતવાળા તરીકે
નથી જાણ્યું. ભગવાન અનંતને નથી જાણતા–એમ પણ નથી, ને ભગવાને જાણવાથી
તેનો અંત આવી જાય છે એમ પણ નથી; અનંત અનંતપણે રહીને ભગવાનના જ્ઞાનમાં