Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 56 of 89

background image
: વૈશાખ : આત્મધર્મ : ૪પ :
જણાય છે. જો અનંતને અંત તરીકે જાણે તો તે જ્ઞાન ખોટું, અને જો ‘અનંત’ ને ન
જાણી લ્યે તો તે જ્ઞાન પુરું નહિ.
પ્રશ્ન:– ‘અનંત’ હોય તે જ્ઞાનમાં કઈ રીતે જણાય?
ઉત્તર:– ભાઈ, પદાર્થની અનંતતા કરતાં જ્ઞાન સામર્થ્યની અનંતતા ઘણી મોટી
છે, તેથી બેહદ જ્ઞાનસામર્થ્ય અનંતને પણ પહોંચી વળે છે, જ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય
લક્ષમાં આવે તો જ આ વાત બેસે તેવી છે. વિકારમાં અટકેલું જ્ઞાન મર્યાદિત છે તે
અનંતને નથી પહોંચી શકતું, પણ વિકાર વગરના જ્ઞાનમાં તો અચિંત્ય બેહદ તાકાત છે,
તે અનાદિ–અનંત–કાળને, અનંતાનંત આકાશ પ્રદેશોને એ બધાયને સાક્ષાત્ જાણી લ્યે
છે? અરે, એનાથી તો અનંતગણું સામર્થ્ય એનામાં ખીલ્યું છે.
પ્રશ્ન:– અહીં વૃક્ષ અને બીજના દ્રષ્ટાંતે વિકાર અને કર્મ એ બંનેની પરંપરા પણ
અનંત કીધી, તો પછી વિકારનો નાશ થઈને મોક્ષ ક્્યારે થાય?
ઉત્તર:– વૃક્ષ અને બીજની પરંપરા સામાન્યપણે અનંત છે, પણ તેથી કરીને કાંઈ
બધા બીજમાંથી વૃક્ષ ઊગે જ એવો નિયમ નથી, ઘણાંય બીજ ઊગ્યા પહેલાં બળી જાય
છે, ને તેને વૃક્ષ–બીજની પરંપરાનો અંત આવી જાય છે, એકવાર જે બીજ બળી ગયું તે
ફરીને કદી ઉગતું નથી. તેમ જગતમાં સામાન્યપણે વિકાર ને કર્મની પરંપરા અનંત છે,
તેનો જગતમાંથી કદી અભાવ થવાનો નથી, પણ તેથી કરીને કાંઈ બધાય જીવોને એવી
વિકારી પરંપરા ચાલ્યા જ કરે એવો નિયમ નથી; ઘણાય જીવો પુરુષાર્થ વડે વિકારની
પરંપરા તોડીને સિદ્ધપદને સાધે છે, તેમને વિકારની પરંપરાનો અંત આવી જાય છે. જેણે
એકવાર વિકારના બીજને બાળી નાખ્યું તેને ફરીને કદી વિકાર થતો નથી. આ રીતે
વિકારની પરંપરા તૂટી શકે છે.
પ્રશ્ન:– વિકારની પરંપરા તો અનાદિની છે, તો તેનો અંત કેમ આવે?
ઉત્તર:– પરંપરા અનાદિની હોય માટે તેનો અંત ન આવે એમ નથી. જેમ
વૃક્ષ– બીજની પરંપરા અનાદિની હોવા છતાં કોઈ એક બીજ બળી જતાં તેની
પરંપરાનો અંત આવી જાય છે. તેમ વિકારની પરંપરા અનાદિની હોવા છતાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે ધર્મી જીવને તેનો અંત આવી જાય છે. જેમ મોક્ષમાર્ગ
અનાદિથી ન હોવા છતાં તેની નવી શરૂઆત થઈ શકે છે; તેમ વિકાર અનાદિનો
હોવા છતાં તેનો અંત થઈ શકે છે.
પ્રશ્ન:– આગમ અને અધ્યાત્મ (એટલે કે વિકાર અને શુદ્ધતા) બંનેમાં અનંતતા
કીધી; તે કઈ રીતે?