અનંત નિર્મળ પર્યાયો છે, એકેક નિર્મળ પર્યાય અનંતા ભાવોથી ને અનંતા
સામર્થ્યથી ભરેલી છે, જ્ઞાનની એક નાની પર્યાયમાં પણ અનંતા અવિભાગ પ્રતિછેદ
અંશોનું સામર્થ્ય છે. આમ અધ્યાત્મપદ્ધતિમાં પણ અનંતતા જાણવી. એકેક
આત્મામાં અનંતગુણો છે, એકેક ગુણમાં અનંત નિર્મળ પર્યાયો ખીલવાની તાકાત
પડી છે, ને એકેક નિર્મળ પર્યાય અનંત સામર્થ્ય સહિત છે. તારા એક આત્મામાં
કેટલું અનંત સામર્થ્ય છે–એનું લક્ષ કર તો સ્વસન્મુખવૃત્તિ થાય ને અપૂર્વ
અધ્યાત્મદશા પ્રગટે. એક તરફ વિકારની ધારા અનાદિની, ને બીજી તરફ સ્વભાવ
સામર્થ્યની ધારા પણ અનાદિની સાથે ને સાથે જ ચાલી રહી છે, વિકારની ધારા
વખતેય સ્વભાવસામર્થ્યની ધારા કાંઈ તૂટી નથી ગઈ, સ્વભાવસામર્થ્યનો કાંઈ
અભાવ નથી થયો; પરિણતિ જ્યાં સ્વભાવસામર્થ્ય તરફ વળી ત્યાં વિકારની
પરંપરાનો પ્રવાહ તૂટયો ને અધ્યાત્મપરિણતિની પરંપરા શરૂ થઈ, જે પૂરી થઈને
સાદિ અનંતકાળ રહ્યા કરશે, માટે હે ભાઈ! અંતમુર્ખ થઈ તારા સ્વભાવસામર્થ્યને
વિચારમાં લે.....લક્ષમાં લે પ્રતીતમાં લે.... અનુભવમાં લે. લોકોને બહારનો વિશ્વાસ
આવે છે કે એક બીજમાંથી આવડો મોટો દશ માઈલના ઘેરાવાવાળો વડ ફાલ્યો,
પણ ચૈતન્યશક્તિના એક બીજમાંથી અનંતા કેવળજ્ઞાન– રૂપી વડલા ફાલવાની
તાકાત છે તેનો વિશ્વાસ નથી આવતો. જો ચૈતન્યસામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના
આશ્રયે રત્નત્રયધર્મની અનેક શાખા–ઉપશાખા પ્રગટીને મોક્ષફળ સહિત મોટું વૃક્ષ
ઊગે. ભવિષ્યમાં થનાર મોક્ષવૃક્ષની તાકાત અત્યારે તારા ચૈતન્યબીજમાં વિદ્યમાન
પડી છે.–સૂક્ષ્મદ્રષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતાં અપૂર્વ કલ્યાણ થશે.
તૂટતા નથી. આમ સમ્યક્ત્વનો અને સ્વાનુભવનો
કોઈ અચિંત્ય મહિમા છે.–એમ સમજીને હે જીવ! તેની
આરાધનામાં તત્પર થા.