Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 58 of 89

background image
: વૈશાખ : આત્મધર્મ : ૪૭ :
નિશ્ચયસમ્યક્ત્વથી જ મોક્ષમાર્ગની શરૂઆત છે
નિશ્ચયસમ્યક્ત્વ વગર જીવ સમ્યગ્દ્રષ્ટિ કહેવાય નહિ
“જેને સ્વ–પરનું યથાર્થ શ્રદ્ધાન નથી, પણ
જૈનમતમાં કહેલા દેવ–ગુરુ ને ધર્મ એ ત્રણને માને છે
તથા અન્ય મતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને
નહિ, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે
સમ્યક્ત્વી નામને પામે નહિ. માટે સ્વ–પર
ભેદવિજ્ઞાન– પૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ
જાણવું.”
વાહ, જુઓ નિશ્ચય–વ્યવહારની કેવી સ્પષ્ટ વાત છે! યથાર્થ શ્રદ્ધાનથી નિશ્ચય
સમ્યક્ત્વ થાય ત્યારે જ જીવ સમ્યક્ત્વી થાય છે. નિશ્ચય સમ્યક્ત્વ જ મોક્ષમાર્ગરૂપ છે,
વ્યવહાર સમ્યક્ત્વ તો શુભ–આસ્રવરૂપ છે, એ કાંઈ મોક્ષમાર્ગસ્વરૂપ નથી. સિદ્ધાંતમાં
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः” એમ કહ્યું છે તેમાં નિશ્ચય સમ્યગ્દર્શનની વાત
છે. ‘तत्त्वार्थश्रद्धान सम्यग्दर्शनम्’ –એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. ભૂતાર્થને આશ્રિત
સમ્યગ્દર્શન કહ્યું (સમયસાર ગા. ૧૧) તેમાં અને આ સમ્યગ્દર્શનમાં કાંઈ ફેર નથી.
આવું સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટે છે તે ઠેઠ સિદ્ધદશામાં પણ રહે છે. શુભ રાગરૂપ
વ્યવહારસમ્યગ્દર્શન કાંઈ સિદ્ધદશામાં હોતું નથી. આ રીતે નિશ્ચય સમ્યગ્દર્શન તે જ
મોક્ષમાર્ગરૂપ છે. ચોથા ગુણસ્થાનથી જ બધાય જીવોને આવું નિશ્ચય સમ્યક્ત્વ હોય છે.
આવા નિશ્ચય સમ્યક્ત્વ વગર ધર્મની કે મોક્ષમાર્ગની શરૂઆત પણ હોઈ શકતી નથી.
આત્મવસ્તુનો જેવો સ્વભાવ છે તે જ પ્રમાણે શ્રદ્ધામાં લેવો તે સમ્યક્ત્વ છે, ને તે
વસ્તુનો ભાવ છે એટલે કે નિશ્ચય છે. આવા સમ્યક્ત્વની ભૂમિકામાં ધર્મીને વીતરાગી દેવ–
શાસ્ત્ર–ગુરુની ઓળખાણ, ભક્તિ, તેમના પ્રત્યે ઉત્સાહ, પ્રમોદ, બહુમાન અને વિનય આવે
છે. પણ આથી કરીને કોઈ જીવ એવા એકલા વ્યવહારમાં જ સંતુષ્ટ થઈ જાય ને નિશ્ચય
સમ્યક્ત્વને ભૂલી જાય તો એને સમ્યગ્દ્રષ્ટિ કહેતા નથી. જો વ્યવહારની સાથે ને સાથે જ
નિશ્ચય સમ્યક્ત્વ (શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીત) હોય–(“બંને સાથ રહેલ”) તો જ એનો
વ્યવહાર સાચો છે, નહિતર તો વ્યવહારાભાસ છે. નિશ્ચયશ્રદ્ધા તો છે નહિ